Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

સ્વામી માધવપ્રિયદાસજીની ઉપસ્થિતિમાં અમેરિકા-ડલાસ ખાતે યોજાઈ સત્સંગ સભાઓ

એમેરિકા ખાતે વિચરણ કરતા કરતા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ SGVP છારોડીના અધ્યક્ષ પૂજ્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી ડલાસ પધાર્યા હતા. અહીં ડલાસમાં ગ્રાન્ડપ્રેરી ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરમાં રવિવારના રોજ સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

મંદિરના સ્થાનિક સંતો શ્રી ગોપીવલ્લભ સ્વામી, ચંદ્રપ્રસાદ સ્વામી તથા આગેવાન ભક્તો શ્રી રજનીભાઇ પટેલ, મંદિરના પ્રમુખ શ્રી કેતનભાઇ પટેલ, ભરતભાઇ પટેલ, મહેન્દ્રભાઇ, રમેશભાઇ વગેરે ભક્તજનોએ ભાવપૂર્ણ હૃદયે સ્વામીશ્રીનું સ્વાગત કર્યું હતું.

અમિતભાઇ રાજપરા તથા હીરાભાઇ સુતરીયાના આવાસે સત્સંગ સભાઓના આયોજનો થયા હતા. આ પ્રસંગે શ્રી સૌરાષ્ટ્ર પટેલ કલ્ચરલ સમાજના સ્થાનિક ચેપ્ટરના પ્રમુખ અમિતભાઇ રાજપરા, ભૂતપૂર્વ પ્રમુખ શ્રી ઘનશ્યામભાઇ તથા અરમાનભાઇ પટેલ, સમાજના ટ્રષ્ટી શ્રી પ્રવિણભાઇ પાનસુરીયા, સમાજના અગ્રણીઓ શ્રી વિઠ્ઠલભાઇ દીઓરા, અતુલભાઇ પટેલ, અશ્વીનભાઇ ગોવિંદભાઇ પટેલ (અનિડાવાફ્રા) તથા સમગ્ર બાધીવાલા પરિવાર શ્રી ધીરુભાઇ વગેરેએ સ્વામીશ્રીનું સ્વાગત કર્યું હતું.સુરેશભાઇ કાથરોટીયા તથા શરદભાઇ કાબરીયાની યુવાન ટીમે બધી વ્યવસ્થા ઉત્સાહથી ઉપાડી લીધી હતી.

આ પ્રસંગે સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિએ એક મહત્ત્વનું સૂત્ર આપ્યું છે. આપણા વડવાઓએ એ સૂત્ર પોતાના જીવનમાં વણ્યું હતું. એ સૂત્ર છે 'જેવી શ્રીહરિની મરજી.' આ એક સૂત્ર જા જીવનમા ઉતરી જાય તો તમામ પ્રકારના માનસિક દુઃખોથી મનુષ્ય ઉગરી જાય. આજે આટલી સાધન- સામગ્રી વધ્યા છે, તો સામે એટલા જ રોગો વધ્યા છે. નાના-મોટા, સારા-નરસા પ્રસંગોએ માણસ હતાશ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે. ઘણાં ઘણાં પ્રકારના માનસિક રોગોના નામ આપણે સાંભફ્રીએ છીએ. પરંતુ જો આ એક સૂત્ર જીવનમાં વણાઈ જાય તો માણસ સુખી થઈ જાય. સભાને અંતે પ્રશ્નોત્તરી થતી. ભાઇઓ અને બહેનો તરફથી અનેક જિક્ષાસાઓ રજુ થતી, સ્વામીશ્રી દરેક જિજ્ઞાસાઓનું સારી રીતે સમાધાન કરતા. જેથી ભક્તજનોને ખૂબ આનંદ થતો હતો.

(4:12 pm IST)