Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

ભારતીય અમેરિકન ૬૨ વર્ષીય રાજેન્દ્ર મહારાજ હત્યા કેસઃ ફેબ્રુ. ૨૦૧૬માં જર્સી સીટીમાં થયેલી હત્યાના આરોપી સગા ભાઇ ૬૦ વર્ષીય ગંગારામ મહારાજ વિરૃદ્ધ ચાલતા કોર્ટ કેસમાં વધુ એક મુદત

ન્યુજર્સીઃ યુ.એસ.ના જર્સી સીટીમાં રહેતા ૬૨ વર્ષીય રાજેન્દ્ર મહારાજનો મૃતદેહ રહસ્યમય સંજોગોમાં ૨૭ ફેબ્રુ. ૨૦૧૬ના રોજ તેના એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો હતો. તેની હત્યા ખુદ તેના ભાઇ ૬૦ વર્ષીય ગંગારામ મહરાજે કરી હોવાના આરોપસર કોર્ટમાં ચાલી રહેલા કેસમાં વધુ એક મુદ્દત પડી છે. જે મુજબ ૫ નવે.ના રોજ કેસ આગળ ચલાવાશે.

આરોપીના વકીલએ જણાવ્યા મુજબ મૃતકના ગળા ઉપર થયેલી ઇજાના નિશાના આરોપીના હોવાનું પૂરવાર થતુ નથી. હાલમાં આરોપી જેલમાં છે. તે નિવૃત ફાર્માસીસ્ટ છે. મૃતકને આલ્કોહોલનું સેવન કરવાની ટેવ હતી. પરિણામે તેના જ એપાર્ટમેન્ટમાં રહેતા તેની હત્યાના આરોપી ભાઇને અવારનવાર તેની સાથે ઘર્ષણ થતુ હતું.

(9:41 pm IST)