Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

અમે ના ભૂલીએ તમને 'બાપુ'

અમેરિકામાં ગુજરાતી અસ્મિતા ઉજાગર કરનાર યશસ્વી વિભૂતી સુરેશભાઈ જાનીની ચિરવિદાયને તા,3 મેં ના રોજ એકવર્ષ પૂર્ણ :અકિલા પરિવાર અને મિત્રો-સ્નેહીઓ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ

અમેરિકામા ભાજપ સંઘની વિચારધારા મહેકાવનાર સુરેશજાનીની અણધારી વિદાયની ગરવા ગુજરાતીઓને હંમેશા ખોટ સાલશે

અમેરિકાની ધરતી પર ગુજરાતી અસ્મિતા ઉજાગર કરનાર યશસ્વી વિભૂતી શ્રી સુરેશભાઈ જાનીની ચીરવિદાયને તા,3 મેં ના રોજ એક વર્ષ પૂર્ણ થયું છે અમેરિકામાં ભારતીય સમાજના અગ્રણી શ્રી સુરેશભાઈ  જાનીનું  લાંબી બીમારી સામે ઝઝુમ્મયા બાદ ગતવર્ષે દુઃખદ નિધન થયું હતું

 ભાજપ - સંઘની વિચારધારાને અમેરિકામાં પણ મહેકાવનાર સુરેશભાઈની અણધારી વિદાયથી તેમના સગા - સંબંધીઓ, સ્નેહીજનો અને બહોળા મિત્ર વર્તુળમાં ઘેરા શોકની લાગણી પ્રસરી હતી આજે તેઓની ચિરવિદાયને એક વર્ષના વહાણાં વીત્યા છે ત્યારે અકિલા પરિવાર અને તેઓના સ્નેહી-સબંધીઓ સહિતનાએ તેઓને શ્રધાસુમન અર્પણ કર્યા હતા

    અકિલા પરિવારના આત્મીય એવા સુરેશભાઈ જાણી અમેરિકાના ભારતીય જનસમુદાયના અગ્રણી હતા અને 'ઓવરસીઝ ફ્રેન્ડઝ ઓફ ભારતીય જનતા પાર્ટી' (યુએસએ)ના સ્થાપકો પૈકીના એક હતા. એસોસીએશન ઓફ ઇન્ડિયન્સ ઇન નોર્થ અમેરિકા (આઇના - ચાલો ગુજરાત ફેઇમ), ગુજરાત ફાઉન્ડેશન સહિત અનેક સંસ્થાના તેઓ સ્થાપક હતા. આઇના સંસ્થાના તેઓ ચેરમેન હતા.

  શ્રી સુરેશ જાનીનો જન્મ નવેમ્બર ૧૦, ૧૯૫૮માં મહેસાણા જિલ્લામાં થયો હતો  મહેસાણામાં નાનપણમાં પિતાજીની છત્રછાયા ગુમાવી પરંતુ તેમના માતા આનંદીબહેને વિપરીત પરિસ્થિતિઓમાં પણ ભાઇઓ તથા બહેનોને ઉછેર પૂર્ણ જવાબદારી સાથે કર્યો, એટલું નહીં તે તમામને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું હતું સંઘર્ષમય જીવન સાથે સુરેશભાઇએ વિજાપુરની પિલવાઇ કોલેજમાંથી બી.એસ.સી. (રસાયણશાસ્ત્ર) કર્યું. શાળા અને કોલેજકાળ દરમિયાન યુવક પ્રવૃત્તિઓ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયા હતા

  મહેસાણાની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાના તેઓ સક્રિય કાર્યકર રહ્યા. મહેસાણા જિલ્લાના જનસંઘ અને પછી ભારતીય જનતા પક્ષના તેઓ સક્રિય કાર્યકર બન્યા હતા રાજકારણમાં તેમને સક્રિય કરનાર ગુરૃ હતા શ્રી શંકરસિંહ વાઘેલા. આમ છતાં તેઓ ચુંટણીના રાજકારણમાં આવ્યા નહીં. સામાન્ય જનના પ્રશ્નોના ઉકેલમાં તેઓ હંમેશાં અગ્રણી રહ્યા. તમામ રાજકીય પક્ષ સાથે તેમનો  નાતો સુમેળભર્યો રહ્યો. નવનિર્માણ આંદોલન સમયે સક્રિય બન્યા બાદ શ્રી માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી હતા અને સ્વ. પ્રબોધ રાવળ ગૃહમંત્રી હતા ત્યારે તેમને કોંગ્રેસમાં જોડાવાનું આમંત્રણ મળ્યું હતું. તેમને રૃબરૃ બોલાવીને દબાણ કરાયું ત્યારે પણ તેમનો જવાબ હતો 'ભાજપ મારી મા છે. ભગવો પહેર્યો છે, અને તે ઓઢીને જીવન પૂર્ણ થશે'

 આજીવન તેઓ ભારતીય જનતા પક્ષને સમર્પિત રહ્યા. તેઓ હંમેશા કહેતા 'કમળ ખીલા હૈ, ખીલા હી રહેલા.' અનેક આકરા પ્રશ્નો - શ્રી મોદી સામે, પક્ષ સામે કરાતા પ્રશ્નોના મારા સામે તેઓ તકિયા કલામ અસ્મિત કહેતા અને યોગ્ય પ્રતિભાવ પણ આપતા. શ્રી કેશુભાઇ પટેલ, શ્રી નરેન્દ્રભાઇ મોદી તેમના અંતરંગ વર્તુળમાં હતા. શ્રી નરેન્દ્રભાઇ મોદી સાથેનો તેમનો ધરોબો શ્રી મોદી સંઘ પ્રચારક હતા ત્યારથી શરૃ થયો. તેઓ ભારતીય જનતા પક્ષમાં આવ્યા ત્યારે મુખ્યમંત્રી બન્યા અને વડાપ્રધાન પણ બન્યા ત્યારે પણ ધરોબો યથાવત રહ્યો. શ્રી નરેન્દ્રભાઈ તમામ સમયમાં ફોન પર રૃબરૃ તેમના સંપર્કમાં રહેતા. અમેરિકાની તેમની પ્રથમ ૧૯૯૩ની યાત્રા સમયે તેઓ લાંબો સમય શ્રી સુરેશભાઈના ઘરે રહ્યા. મુખ્યમંત્રી બન્યા બાદ ગોધરાની લોહીયાળ ઘટનાઓ પછી સૌ પ્રથમ જાહેર કાર્યક્રમ એનઆરઆઈ-અમેરિકા સ્થિત ગુજરાતીઓના સૌજન્યથી અમદાવાદમાં .. ૨૦૦૩માં ગ્રાન્ડ ભગવતી હોલ ખાતે યોજાયો, તેનુ સમગ્ર આયોજન શ્રી સુરેશભાઈએ કર્યુ. ગુજરાતના રાજકારણમાં વળાંક લાવનારૃ પ્રવચન ત્યારે શ્રી નરેન્દ્રભાઈએ આપ્યુ હતું. આવી ઘટના, જ્યારે અમેરિકાએ વીઝા આપવાની ના પાડી ત્યારે .. ૨૦૦૫માં નરેન્દ્રભાઈની છેલ્લી ઘડીએ અનુપસ્થિતિ રહેવાની પરિસ્થિતિમાં ભારે વરસાદમા પણ પાંચ હજારથી વધુ લોકોને મેડીસન સ્કવેર ગાર્ડનના ઓડિટોરીયમમાં ખુરશી પર શ્રી નરેન્દ્રભાઈની તસ્વીર મુકીને લાઈવ ટેલીકાસ્ટ પ્રવચનનું અભૂતપૂર્વ આયોજન તેમણે સુનિલ નાયક અને અગ્રણીઓના સહયોગથી પાર પાડયુ હતું.

  આઈના સંસ્થાની ત્યારે સ્થાપના કરાઈ હતી અને ચેરમેન તરીકે શ્રી સુરેશ જાની હતા. તે પછીનો ઘટનાક્રમ ખૂબ પ્રચલિત છે. શ્રી નરેન્દ્ર ભાઈ મોદી વડાપ્રધાન બન્યા ત્યારે ખૂબ ઉલ્લાસભેર મેડીસન સ્કવેર ગાર્ડનમાં તેમનું વિશ્વ પ્રસિદ્ધ શાનદાર પ્રવચન સાથે અદકેરૃ સન્માન કરાયુ હતું. ડો. ભરત બારાઈની આગેવાનીમાં સમારંભ રંગેચંગે પાર પડયો હતો. એમનો અંતરંગ સંબંધ અકિલા અને ગણાત્રા પરીવાર સાથે દિપ્તીબહેન સાથે તેમના લગ્ન થયા ત્યારથી શરૃ થયો. દીપ્નીબહેનના બનેવી શ્રી નરેન્દ્રભાઇ 'મામા' તે માટે નિમીત બન્યા હતા, જે તે સમયે અકીલના સીનીયર એડિટર હતા. અકિલાની વેબ આવૃતીના તેઓ આજીવન પ્રેરક બળ રહયા અને જીવન પર્યત તેમનો અડીખમ ટેકો અકીલાને મળ્યો.  

   અમેરિકામાં વસતા ગુજરાતીઓ માટે akilanews.com એક અનિવાર્ય વેબસાઇટ સુરેશભાઈએ બનાવી દીધી હતી. સુરેશભાઈની વિદાયથી અકિલા અને ગણાત્રા પરિવારને પણ એક પુરાય તેવી ખોટ પડી છે. ગુજરાત ફાઉન્ડેશનના નેજા હેઠળ ત્યારના નાયબ વડાપ્રધાન શ્રી લાલકૃષ્ણ અડવાણીના હસ્તે સરદાર પટેલના પૂર્ણ કદના પોર્ટેઈટને ભારતીય કોન્સ્યુલેટ, ન્યુયોર્કમાં શ્રી સુરેશ જાનીના સક્રીય પ્રયાસોથી મુકી શકાયું

   અમેરિકામાં આવતા ભારતીય જનતા પક્ષના અગ્રણીઓ સાથે તેમનો અંતરંગ સંબંધ રહેતો. ડો. વલ્લભભાઈ કથિરીયા, શ્રી હરિન પાઠક, સ્વ. ભાવનાબેન ચીખલીયા, શ્રી અનંતકુમાર વગેરે તેમના ઘરે ઉતરતા. સંઘના કાર્યકરો કે વિશ્વ હિન્દુ પરિષદ કે સાથી સંસ્થાના અગ્રણીઓ સાથે તેમનો સતત સંપર્ક રહેતો. અમેરિકામાં ડો. મુકુંદ મોદી તથા અન્ય અગ્રણીઓની સહાયથી ઓવરસીઝ ફ્રેન્ડસ ઓફ બીજેપી (ઓએફબીજેપી)ની સ્થાપના કરી. વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીનો પ્રથમ સફળ જાહેર કાર્યક્રમ પણ તેમણે પાર પાડયો હતો. અનેકવિધ શારીરીક મર્યાદાઓ, ડ્રાઇવીંગ કરતા નહી તે છતાં સામાજીક કે રાજકીય પ્રસંગોમાં તેઓ અગ્રેસર રહેતા.

  ચાલો ગુજરાતના હવે બ્રાન્ડ નેઇમ બનેલા ગુજરાતી સંસ્કૃતિને ઉજાગર કરતા કાર્યક્રમના આયોજનમાં ખુબ ચીવટથી તેઓએ કામગીરી કરી કાર્યક્રમનો બધો ભાર શ્રી સુનીલ નાયક ઉપાડી લેતા પરંતુ અમદાવાદ, મુંબઇ, યુકે, અમેરીકા, કેનેડા સહીતના સંપર્ક તે પછી સામાજીક, રાજકીય અગ્રણીઓ સાથે હોય કે પછી બીઝનેસ અગ્રણીઓ સાથે હોય કે પછી બોલીવુડના સ્ટાર્સ સાથેના સંકલનનું કામ તેમણે બખુબી નિભાવ્યું. અગ્રણીઓની જેમ તેઓ નાના માનવી સાથે પણ એવો જીવંત સંપર્ક રાખતા. કોઇ પણ કયારેય પણ તેમને સીધો ફોન કરી શકે અને તેના કામનો નિકાસ પણ તેઓ કરતા. વિશાળ મીત્ર મંડળ સામે પણ તેઓ સતત સંપર્ક જાળવતા. વિવિધ વિચારધારા વાળા જુથ હોય તો પણ તેમનો વ્યવહાર સરળ સહજ રહયો છે.

   અમદાવાદના ઉદ્યોગ અગ્રણીશ્રી મહેશ વ્યાસ, કવિ શ્રી કૃષ્ણ દવે હોય કે ન્યુયોર્ક - ન્યુજર્સીના અગ્રણીઓ એચ આર શાહ, ડો. વિઠ્ઠલ ધડુક, સુનીલ નાયક, ડો. રાજ ભાયાણી, રૂપેશ ત્રિવેદી, રાજુ પટેલ, ભાવેશ દવે, સુરેશ પટેલ મુખી, ભાવેશ પટેલ, અરવિંદ પટેલ (રાજભોગ), રસિક પટેલ, બલી પટેલ, દિનેશ પંડયા વગેરે હોય, સહુની સાથે તેમનો સંપર્ક નિયમીત રહેતો. સ્પષ્ટ વાત કહેવાની તેમની આદતથી કેટલાક નારાજ થતા પરંતુ તેમનાથી કયારેય તેઓ દુર થતા. કચ્છના શ્રી શૈલેષ વ્યાસ (મહારાજ), અમદાવાદના કોંગ્રેસી અગ્રણી હિમાંશુ વ્યાસ, પત્રકાર શ્રી દિગંત સોમપુરા વગેરે પણ તેમના સંપર્કમાં રહેતા. શ્રી જનક રાવલ અને કૌશીક અમીન, હીરુભાઇ પટેલ સાથેનો સંબંધ પારીવારીક રહયો. લગભગ રોજીંદા સંપર્કમાં તેઓ રહયા. એસીના દાયકામાં તેમના બા આનંદીબા સાથે રહેવા માટે તેમના બહેન દક્ષાબહેને સુરેશભાઈને અમેરીકામાં બોલાવ્યા. ભારતની આઝાદ જીવન શૈલીમાં જીવેલા સુરેશભાઇને આકરી જેલ જેવી સજા ત્યારે લાગી. પરંતુ ખંત પૂર્વક કામગીરી શરૃ કરી, દિપ્તીબહેન સાથે લગ્ન સંસાર માંડયો અને ફરીથી નવેસરથી શૂન્યમાંથી સર્જન કર્યું. જીવનના વધુ એક સંઘર્ષ સાથે સફળતાએ સાથ આપ્યો. પરંતુ લોકસેવાનું કામ તેઓ ભૂલ્યા નહીં. અનેક સામાજિક પ્રસંગો યોજવા પ્રેરણા આપતા રહ્યા, નાની મોટી પ્રવૃત્તિઓ પણ ભારતીયો માટે યોજતા રહ્યા.હતા

  ભારતીય જનતા પક્ષને વરેલો જીવ, અહીં પણ એમણે ડો. મુકુંદ મોદી અને અગ્રણીઓ શ્રી જગદીશ સેવાણી, મધુ ઉપાધ્યાય, આર.પી. સીંગ, પ્રમોદ ઉપાધ્યાય, રાજેશ શુકલ, વગેરેના સહકારથી ઓએફબીજેપીની સ્થાપના કરી. જર્સી સીટીના સિનિયર્સ એસોસીએશનની સ્થાપના માટે પણ તેઓ સક્રિય રહ્યા. સ્વ. યોગેશ રાવલના સહયોગથી આર.એસ.એસ.ની પ્રથમ શાખા પણ અમેરિકામાં તેમણે શરૃ કરી. આર.એસ.એસ.નું પછીથી નામાભિધાન હિંદુ સ્વયં સેવક સંઘ બન્યું. આર.એસ.એસ.ના સર્વોચ્ચ અગ્રણીઓ પૈકીના શ્રી મદનદાસ દેવી સાથે તેમનો અંતરંગ ઘરોબો રહ્યો. ન્યૂજર્સીમાં ભારતથી આવતા વિદ્યાર્થીઓ, તથા એચ- વીઝા લઇને આવતા ભારતીયોના તેઓ સહાયક રહ્યા. નાની તકલીફમાં પણ તેઓ મદદરૃપ બનતા હતા. દિપ્તીબહેન સાથેના લગ્નજીવનમાં પુત્ર અમિતનો ઉમેરો થયો. તેનો પણ અમેરીકાના રાજકારણમાં પ્રવેશ કરાવ્યો. અમિત જાની આજે ડેમોક્રેટીક પક્ષના સક્રિય કાર્યકર છે. યુથ વીંગની સુંદર કામગીરી તે સંભાળે છે. સેનેટર ફ્રેન્ક પલોન, હિલરી કિલન્ટન પ્રેસિડેન્શ્યલ ટીમ સાથે તે કામ કરી ચુકયા છે.

    ન્યુ જર્સીના ગવર્નર ફિલ મર્ફીની ઇલેકશન ટીમના તે સક્રિય કાર્યકર રહ્યા. ફિલ મર્ફીના એડમિનીસ્ટ્રેશનમાં હવે તે સ્ટેટની મહત્વની કામગીરી સંભાળે છે. તેમના પત્નિ દિપ્તીબહેન પણ પોતાના વ્યવસાય સંભાળવાની સાથે તેઓ સક્રિય સામાજિક કાર્યકર પણ છે સુરેશભાઇના દરેક કાર્યમાં ખભેખભો મિલાવીને સક્રિય સહયોગ આપતા આવ્યા છે. ચાર વર્ષ અગાઉ મૃત્યુને તેમણે હાથતાળી આપી હતી. લગભગ ૧૩ મીનીટ સુધી હૃદય બંધ થયું અને પાંચ મિનિટ માટે મગજ પણ કામ કરતું બંધ થયુ હતુ, પરંતુ ચમત્કારની જેમ તેઓને નવજીવન પ્રાપ્ત થયું. કોલમ્બિયા મેડિકલ જર્નલમાં તેમના અભુતપૂર્વ જીવન સંર્ઘ્ષનો તબીબી ઇતિહાસ નોંધવામાં આવ્યો છે, જો કે વખતની શારીરીક તકલીફોએ તેમને મહાત કર્યા, વીસથી વધુ દિવસો ઝઝુમ્મયા બાદ તેમનું હોસ્પીટલમાં સિવિયર હાર્ટએટેકનાં કારણે અવસાન થયું હતું 

 

(11:11 pm IST)