Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

અમેરિકાના ન્યુજર્સી સ્થિત સુશ્રી સવિતાબેન બાબુભાઇ ત્રિવેદીનું દુઃખદ અવસાન : ગુજરાતના વલ્લભીપુરના વતની હતા : ત્રણે પુત્રો શ્રી નરેન્દ્રભાઈ શ્રી દીપકભાઈ તથા શ્રી રૂપેશભાઈ , પૌત્રો તથા દોહીત્રોને સારા સંસ્કાર આપી 96 વર્ષની વયે 27 માર્ચના રોજ અંતિમ વિદાય લીધી

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સી : છેલ્લા 33 વર્ષથી અમેરિકાના ન્યૂજર્સીમાં  સ્થાયી થયેલા ગુજરાતના વલ્લભીપુરના વતની સુશ્રી સવિતાબેન બાબુભાઇ ત્રિવેદીનું 96 વર્ષની  વયે 27 માર્ચના રોજ  દુઃખદ અવસાન થયું છે.

ભારતની સ્વતંત્રતાના સેનાની અને ગાંધીજી જોડે જેલમાં પણ જઈ આવેલા પતિ પત્નીએ જર્સી સિટીમાં ગોવિંદા મંદિરની શરૂઆત કરી હતી.ધાર્મિક પ્રવૃતિઓમાં શિરમોર એવા દંપતીએ પોતાના પુત્રો ,પૌત્રો, મજ દોહીત્રોને સારા  સંસ્કાર આપ્યા હતા.

તેમના સૌથી મોટા દીકરા શ્રી નરેન્દ્રભાઈ -રશ્મિભાભી જોડે તેમણે અંતિમ દિવસો વિતાવ્યા . શ્રી દીપકભાઈ ફોરેન અફેર્સ ન્યુયોર્કમાં તથા ઓમકારામાં સક્રિય છે.શ્રી રૂપેશભાઈ બિઝનેસમેન છે.તથા કોમ્યુનિટી સેવામાં હંમેશા આગળપડતા હોય છે.તેમનું આખું કુટુંબ માતા પિતાના સંસ્કાર ઉજાળી  રહેલ છે.
શ્રી રૂપેશભાઈનો કોન્ટેક .1-347-723-5963 તથા શ્રી  દીપકભાઈનો   કોન્ટેક .732-822-2008 છે.

(12:12 am IST)
  • રેડ ઝોનમાં નથી તેવા વિસ્તારોમાં લાદવામાં આવેલ પ્રતિબંધો ઉઠાવી લેવાની તરફેણમાં નીતિ આયોગ હોવાનું જાણવા મળે છે. આ અંગે અંતિમ નિર્ણય વડાપ્રધાન લેશે. access_time 11:12 pm IST

  • ભરૂચ આરોગ્ય વિભાગ દ્વારા સરકારના આદેશ અનુસાર તબલિગી જમાતના કાર્યક્રમમાં હાજરી આપી આવેલ લોકોના કોરોના વાયરસના ટેસ્ટ કરાવાશે : સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટની પ્રક્રિયા શરૂ : તબલિગી જમાતના 100 જેટલા લોકોના ટેસ્ટ કરાવાશે access_time 2:07 pm IST

  • ઉત્તર પ્રદેશના 66 તાલુકાઓ સૅનેટાઇઝ કરવા ફાયર ફાઇટરને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની લીલી ઝંડી : આગળ જતા તમામ તાલુકાઓને સૅનેટાઇઝ કરાશે access_time 7:58 pm IST