Gujarati News

Gujarati News

News of Thursday, 6th February 2020

અમેરિકાના પ્રેસિડન્ટ પદ માટે ડેમોક્રેટ ઉમેદવાર જો બિડન સૌથી વધુ લાયક : કમપેન કમિટીના ચીફ ઓપરેટિંગ ઓફિસર ઇન્ડિયન અમેરિકન શ્રી માંજું વર્ગીસ

વોશિંગટન :  અમેરિકાના પ્રેસિડન્ટ પદ માટે ડેમોક્રેટ ઉમેદવાર જો બિડન સૌથી વધુ લાયક ઉમેદવાર છે તેવું રાજકારણના અનુભવી અને  કમપેન કમિટીના ચીફ ઓપરેટિંગ ઓફિસર ઇન્ડિયન અમેરિકન શ્રી માંજું વર્ગીસએ તાજેતરમાં એક સમાચાર સૂત્ર સાથેના ઇન્ટરવ્યૂમાં  જણાવ્યું હતું તથા વર્તમાન રિપબ્લિક પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને હરાવવા તેઓ સક્ષમ છે તેમ જણાવ્યું હતું એટલુંજ નહીં તેઓને  સહુથી વધુ વિશ્વાસપાત્ર ઉમેદવાર તરીકે ગણાવ્યા હતા.

તેમણે ઉમેર્યું હતું કે ઇન્ડિયન અમેરિકન પ્રજાજનોનું તેમને સમર્થન છે.જેઓએ બિડનના ચૂંટણી કમપેન માટે મોટી રકમના ડોનેશન આપ્યા છે.તેઓને આપી વિક્ટરી ફંડનું પણ સમર્થન છે.ઉપરાંત ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન ડો.એમી બેરાએ પણ તેમને સમર્થન ઘોષિત કર્યું છે.

(2:36 pm IST)