Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

ભારતના સુવિખ્યાત વૈજ્ઞાનિક શ્રી અતિશ શ્રીપાલ ડાભોલકરની ઇટાલીના ICTP ડીરેકટર તરીકે નિમણુંક

પૂનાઃ ભારતના સુવિખ્યાત વૈજ્ઞાનિક અતિશ શ્રીપાલ ડાભોલ્કરની નિમણુંક ઇટાલીના સુપ્રતિષ્ઠિત ગણાતા ''અબ્લુલ સલામ ઇન્ટરનેશનલ સેન્ટર ફોર થીએરોટીકલ ફીઝીકસ'' ડીરેકટર તરીકે થઇ છે.

પપ વર્ષીય શ્રી અંતિશ ભારતના સુપ્રસિધ્ધ રેશનાલીસ્ટ શ્રીનરેન્દ્ર ડાભોલકરના ભત્રીજા થાય છે. જેમની ૨૦ ઓગ.૨૦૧૩ના રોજ ગોળીબારથી હત્યા થઇ હતી.

ઉલ્લેખનીય છે કે ઇટાલીનું આ અબ્દુલ સલાય ઇન્ટરનેશનલ સેન્ટર પાકિસ્તાનના નોબેલ પ્રાઇઝ વિજતા શ્રી અબ્દુલ સલામ દ્વારા ૧૯૬૪ની સાલમાં સ્થપાયેલ છે.

(7:44 pm IST)