Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

શુક્રવારથી હજ યાત્રા શરૂ : ગઈકાલ મંગળવાર સુધીમાં 18 લાખ લોકો સાઉદી અરેબિયા પહોંચી ગયા : 25 લાખ જેટલા બિરાદરો પવિત્ર હજયાત્રાનો લાભ લેશે તેવો અંદાજ

સાઉદી અરેબિયા : મુસ્લિમોના પવિત્ર યાત્રા સ્થાન મક્કા ખાતે શુક્રવારથી હજયાત્રા શરૂ થઇ રહી છે.જેમાં શામેલ થવા ગઈકાલ મંગળવાર સુધીમાં 18 લાખ લોકો સાઉદી અરેબિયા પહોંચી ગયા છે. આ વર્ષે 25 લાખ જેટલા બિરાદરો પવિત્ર હજયાત્રાનો લાભ લેશે તેવો અંદાજ છે.જોકે ખાદી દેશોમાં તેલ ટેન્કરો ઉપર હુમલા તેમજ ડ્રોન હુમલાઓના તનાવ વચ્ચે પણ યાત્રાળુઓ હજયાત્રા કરવા શ્રદ્ધાપૂર્વક જોડાઈ રહ્યા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:05 pm IST)