Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

યુ.એસ.માં પૂજય ''દીદી મા'' સાધવી ઋતંભરાજીનું વ્યાખ્યાન યોજાયું: પરમ શકિત પીઠ ઓફ અમેરિકા ન્યુજર્સી ચેપ્ટર આયોજીત કાર્યક્રમમાં યુનાઇટેડ હિન્દુ કલ્ચરલ એશોશિએશન સહિત કોમ્યુનીટી અગ્રણીઓનો સહકાર સાંપડયો

(દિપ્તીબન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.માં પરમ શકિત પીઠ ઓફ અમેરિકા ન્યુજર્સી ચેપ્ટરના ઉપક્રમે ગઇકાલ ૪ ઓગ.૨૦૧૯ના રોજ પરમ પૂજ્ય ''દીદી મા'' સાધવી ઋતંભરાજીના વ્યાખ્યાનનું આયોજન કરાયું હતું. જેઓ હાલમાં ન્યુજર્સી, ન્યુયોર્ક તથા કનેકટીકટની મુલાકાત માટે અમેરિકાના પ્રવાસે છે.

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ USA ૨૦૫, સ્પ્રિંગ વેલી રોડ, પરામસ, ન્યુજર્સી મુકામે સવારે ૧૦-૩૦ કલાકે યોજાયેલા તેમના વ્યાખ્યાનમાં  તેઓએ પ્રેમ, પરિત્રતા સાથે આંતર મનની શાંતિ માટે મનનીય પ્રવચન આપ્યું હતું.

પૂજ્ય ઋતંભરાજી મહિલાઓના હક્કો માટે સતત કાર્યરત છે. તથા ભારતમાં વંચિત બાળકો તથા નિસહાય મહિલાઓ માટે તેમણે 'વાત્સલ્યગ્રામ'ની સ્થાપના કરેલી છે. તથા હિન્દુઓમાં હિન્દુત્વના પ્રેરણા સ્ત્રોત છે.

શ્રી નરસિંહ દેસાઇ, શ્રી જયંતિ પટેલ, શ્રી દિનેશ દેસાઇ, શ્રી પ્રમોદ ભગત, તથા શ્રી આરિશસહાની દ્વારા આયોજીત તથા સ્પોન્સર કરાયેલા આ વ્યાખ્યાનના કાર્યક્રમમાં પૂજય દીદી માના વ્યકિત આશિર્વાદનો ઉપસ્થિતોને લાભ અપાયો હતો તથા તમામ માટે મહાપ્રસાદ લંચની વ્યવસ્થા કરાઇ હતી. કાર્યક્રમના સમર્થક ઓર્ગેનાઇઝેશન તરીકે યુનાઇટેડ હિન્દુ કલ્ચરલ  એશોશિએશન, દેસાઇ ગ્રુપ હતું. તથા વિશેષ સેવાઓ માટે શ્રી બ્રહ્મ અગરવાલ, શ્રી અવધેશ અગરવાલ, શ્રી રામજીભાઇ પટેલ, ડો.જશુ પટેલ, શ્રી બલરામ અડવાણી, શ્રી વિરેન્દ્ર લાબ્રુ, શ્રી શેખર રેડ્ડી, તથા શ્રી રાકેશ શ્રીધર તથા મહિલાઓની ટીમના સુશ્રી હીરાબેન દેસાઇ, સુશ્રી રમાબેન દેસાઇ, સુશ્રી નિરજ ભગત, સુશ્રી હીરાબેન પટેલ, સુશ્રી પુષ્પાબેન દેસાઇ, સુશ્રી જયશ્રીબેન દેસાઇ, સુશ્રી વિદ્યાબેન લાબ્રુ, સુશ્રી દિપાબેન અડવાણી સુશ્રી વીણાબેન ભાણ તથા સુશ્રી સરિતાબેન ગુપ્તાએ જહેમત ઉઠાવી હતી. તેવું ત્ખ્ભ્ દ્વારા જાણવા મળે છે.

(8:38 pm IST)