Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

યુ.એસ.માં IACFNJના ઉપક્રમે વાર્ષિક સમર પિકનીક યોજાઇઃ રમત-ગમત, બિન્ગો,ક્રિકેટ,લાઇવ ડી.જે.મ્યુઝીક, તથા સ્વાદિષ્ટ ભોજન સાથેના આયોજનોથી ઉપસ્થિત ૩૦૦ ઉપરાંત મેમ્બર્સ ખુશખુશાલઃ નવરાત્રિ મહોત્સવ સપ્ટેં/ઓકટો.માસ દરમિયાન ઉજવાશે

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ ઇન્ડો અમેરિકન કલ્ચરલ ફાઉન્ડેશન ઓફ સેન્ટ્રલ જર્સી (IACFNJ)ના ઉપક્રમે ૨૮ જુલાઇ ૨૦૧૯ રવિવારના રોજ વાર્ષિક સમર પિકનીકનું આયોજન કરાયું હતું.

મર્સર કાઉન્ટી પાર્ક મુકામે યોજાયેલ આ પિકનીકમાં ૩૦૦ ઉપરાંત કોમ્યુનીટી મેમ્બર્સ જોડાયા હતા. જેમાં બાળકો, યુવાનો તથા વૃધ્ધો સહિત તમામ માટે જુદી જુદી રમત-ગમત,બિન્ગો, ક્રિકેટ, લાઇવ ડી.જે.મ્યુઝીક, સહિતના આયોજનો કરાયા હતા.

તમામ મેમ્બર્સને વિનામૂલ્યે બ્રેકફાસ્ટ,લંચ, તથા ડીનર અપાયા હતા તથા નોન મેમ્બર્સને મામૂલી દરે અપાયા હતા. સ્વાદિષ્ટ નાસ્તા તથા ભોજન ઉપરાંત આઇસ ગોલાએ સહુને ખુશખુશાલ કરી દીધા હતા.

ઉલ્લેખનીય છે કે IACFNJ દ્વારા વાર્ષિક પિકનીક ઉપરાંત ભારતીય સંસ્કૃતિનું નિદર્શન કરતા ઉત્સવો પૈકી નવરાત્રિ ગરબા છેલ્લા ૧૫ વર્ષથી ઉજવાય છે. તેમજ ભારતનો સ્વાતંત્ર્ય દિન, હોલી ડે પાર્ટી, સ્પ્રિંગ ફેસ્ટીવલ, ઉપરાંત સ્કૂલ સ્ટુડન્ટસને સ્કોલરશીપ આપવાના પણ આયોજન થાય છે.

પિકનીકમાં સાઉથ બ્રન્સવીક મેયર, ડેપ્યુટી મેયર, કાઉન્સીલ વુમન સહિતના અગ્રણીઓ જોડાયા હતા. જેમણે IACFNJની પ્રવૃતિઓને બિરદાવી હતી. પિકનીકને સફળતા પૂર્વક સંપન્ન કરાવવા માટે IACFNJ પ્રેસિડન્ટ ડો.તુષાર પટેલ તથા વોલન્ટીઅર્સ ટીમએ જહેમત ઉઠાવી હતી. આગામી સપ્ટેં./ઓકટો.૨૦૧૯માં ઓર્ગેનાઇઝેશનના ઉપક્રમે નવરાત્રિ ઉત્સવ ઉજવાશે. વિશેષ માહિતી માટે www.IACFNJ.org દ્વારા અથવા ઇમેલ info@iacfnj.org દ્વારા સંપર્ક સાધવા ડો.તુષાર પટેલ ૮૪૮-૩૯૧-૦૪૯૯ની યાદીમાં જણાવાયું છે.

(8:27 pm IST)