Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

''આઝાદી અમર રહો'': અમેરિકામાં ઇન્ડિયા એશોશિએશન ઓફ સેન્ટ્રલ કનેકટીકટના ઉપક્રમે ૧૦ ઓગ.૨૦૧૯ના રોજ ભારતનો સ્વાતંત્ર્ય દિન ઉજવાશેઃ ધ્વજારોહણ, ભારત તથા અમેરિકાના રાષ્ટ્રગીતનું ગાન, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા અલ્પાહારનું આયોજનઃ તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.માં ઇન્ડિયા  એશોશિએશન ઓફ સેન્ટ્રલ કનેકટીકટના ઉપક્રમે ૧૦ ઓગ.૨૦૧૯ શનિવારના રોજ ભારતનો સ્વાતંત્ર્ય દિન ઉજવાશે. જેનો સમય સવારે ૧૧-વાગ્યાથી બપોરે ૩-વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. જો વરસાદ હશે તો આ ઉજવણી ૧૭ ઓગ.શનિવારે કરાશે.

સ્ટેટ કેપિટલ બિલ્ડીંગ,૨૧૦ કેપિટ એવ, હાર્ટફોર્ડ, કનેકટીકટ મુકામે થનારી ઉજવણી અંતર્ગત ધ્વજારોહણ, ભારત તથા અમેરિકાના રાષ્ટ્રગીતનું ગાન, સાંસ્કૃતિક કાર્યક્રમો, અલ્પાહાર, સહિત વિવિધ આયોજનો કરાયા છે. જેમાં તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ છે.

ઉજવણીમાં શામેલ થનાર અન્ય ઓર્ગેનાઇઝેશન્શમાં બેંગાલી એશોશિએશન ઓફ ગ્રેટર હાર્ટફોર્ડ, કનેકટીકટ મહારાષ્ટ્ર મંડલ, કનેકટીકટ વેલી હિન્દુ ટેમ્પલ, સોસાયટી, દેસીસ  એરાઉન્ડ રોકી હિલ, ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પિયલ ઓફ ઇન્ડિયન ઓરીજીન, ગુજરાતી એશોશિએશન ઓફ કનેકટીકટ, હોયસાલા કન્નડ કુટા એશોશિએશન ઓફ કનેકટીકટ, ઇન્ડિયા એશોશિએશન વેસ્ટર્ન કનેકટીકટ, જૈન સેન્ટર ઓફ કનેકટીકટ, જે.કે.યોગ, કેરાલા એશોશિએશન ઓફ કનેકટીકટ, મિલન ઓરિસ્સા સોસાયટી ઓફ કનેકટીકટ, શ્રી શિરડી સાંઇ ટેમ્પલ ઓફ કનેકટીકટ,તેલૂગૂ એશોશિએશન ઓફ કનેકટીકટ, તથા વલ્લભધામ ટેમ્પલનો સમાવેશ થાય છે.

વિશેષ માહિતી માટે સુશ્રી પૂર્ણિમા શાહ ૫૦૮-૪૯૪-૪૦૨૪,શ્રી ધિલન શાહ ૮૬૦-૮૭૮-૯૦૦૦, શ્રી વિવેક દેસાઇ ૮૬૦-૯૬૭-૭૯૮૩ સુશ્રી સીમા સિંઘ ૮૬૦-૭૯૬-૬૪૪૭, અથવા શ્રી બકુલ દેસાઇનો કોન્ટેક નં.૮૬૦-૭૪૮-૧૮૮૫  દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.

(7:29 pm IST)