Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

અમેરિકામાં ઓનલાઇન અભ્યાસ કરતા વિદેશી સ્ટુડન્ટ્સને દેશનિકાલ કરવાના નિર્ણય વિરુદ્ધ આક્રોશ : શિક્ષણવિદો અને આગેવાનોએ નિર્ણયને ક્રૂર અને ભયાનક ગણાવ્યો

વોશિંગટન : તાજેતરમાં અમેરિકાના ઇમિગ્રન્ટ્સ વિભાગે તમામ અભ્યાસ ઓનલાઇન કરતા વિદેશી સ્ટુડન્ટ્સને દેશનિકાલ કરવાનો નિર્ણય કર્યો છે.જેથી તેઓના એફ-1 અને એમ-1 વિઝા રદ કરાશે
            આ વિદેશી સ્ટુડન્ટ્સમાં ભારતના 2 લાખ સહીત 10 લાખ સ્ટુડન્ટ્સ છે.જેઓને વતનમાં પરત ફરવું પડે તેમ છે.
ટ્રમ્પ સરકારના આ નિર્ણય વિરુદ્ધ ભારે ઉહાપોહ થઇ રહ્યો છે.જે મુજબ અમેરિકન કાઉન્સિલ ઓન એજ્યુકેશને આ નિર્ણયને ભયાનક અને ક્રૂર ગણાવ્યો છે.તેમના મંતવ્ય મુજબ કોવિદ -19 ના કારણે સ્કૂલો હજુ ચાલુ થઇ શકે તેમ નથી.તેવા સંજોગોમાં એવો નિર્ણય ગેરવ્યાજબી છે.તથા અસ્પષ્ટ છે.જે અંગે વિશેષ ચોખવટ જરૂરી છે.
હાર્વર્ડ યુનિવર્સીટી પ્રેસિડન્ટ ઉપરાંત સેનેટર એલિઝાબેથ વોર્નરે પણ આ નિર્ણયને ક્રૂર ગણાવ્યો છે.  

(7:11 pm IST)