Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

અમેરિકામાં ભારતીયોના ઘરને નિશાન બનાવી ચોરી અને લૂંટફાટ કરતો આરોપી દોષિત પુરવાર : જુલાઈ માસમાં સજા ફરમાવાશે

મિચીગન : અમેરિકામાં ભારતીયોના તથા એશિઅનોના ઘરોને નિશાન બનાવી સશસ્ત્ર લૂંટફાટ કરી નાસી જતો કોલંબિયાનો 39 વર્ષીય  જુઆન ઓલયા દોષિત પુરવાર થયો છે.તેણે 2011 થી 2014 ની સાલ દરમિયાન ભારતીયોના ઘરોમાં ત્રાટકી સશસ્ત્ર લૂંટફાટ કરી હાહાકાર મચાવી દીધો હતો.
મિચીગન કોર્ટે તેને જુદા જુદા 9 કાઉન્ટ મુજબ ગુનેગાર ઠરાવ્યો છે.તેણે પોતાના ઉપરના અમુક આરોપો કબુલી પણ લીધા હતા.તેને જુલાઈ માસમાં સજા ફરમાવાશે  તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:58 pm IST)