Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

''ધીસ ઇઝ એ કન્ટ્રી ઓફ ઇમીગ્રન્ટસ'': અમેરિકાના કેલિફોર્નિયામાં ''યુ.એસ.ઇન્ડિયા સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ ફોરમ''ના ઉદઘાટન પ્રસંગે યુ.એસ.ના પૂર્વ સેક્રેટરી કોન્ડોલિઝા રાઇસનું ઉદબોધનઃ ૨૫૦ જેટલા ઇન્ડિયન અમેરિકન બિઝનેસ લીડર્સ, રોકાણકારો તથા ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓની ઉપસ્થિતિ

કેલિફોર્નિયાઃ તાજેતરમાં ૪ માર્ચના રોજ કેલિફોર્નિયામાં યુ.એસ. ઇન્ડિયા સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ ફોરમના ઉદઘાટન પ્રસંગે યુ.એસ.ના પૂર્વ સેક્રેટરી ઓફ સ્ટેટ કોન્ડોલિઝા રાઇસએ હાજરી આપી હતી.

આ પ્રસંગે ઉદબોધન કરતાં તેમણે જણાવ્યું હતું કે ''ધિસ ઇઝ એ કન્ટ્રી ઓફ ઇમીગ્રન્ટસ'' વિદેશથી આવેલા લોકો માટે અહીંયા તકોની ભરમાર છે. તેમણે યુ.એસ.ઇન્ડિયા સ્ટ્રેટેજીક પાર્ટીનરશીપ ફોરમ (USISPF)ની કામગીરીને બિરદાવી હતી. તેઓને USISPF લીડરશીપ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

આ સમીટમાં ૨૫૦ જેટલા ઇન્ડિયન અમેરિકન બિઝનેસ લીડર્સ, રોકાણકારો, તથા ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

(8:46 pm IST)