Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

ઇન્ડિયન અમેરિકન નિક્કી હેલી 15 ફેબ્રુઆરીએ પ્રેસિડન્ટ પદની ચૂંટણી લડવાની જાહેરાત કરશે

ન્યુયોર્ક ::ભારતીય-અમેરિકન રિપબ્લિકન નેતા નિક્કી હેલી 15 ફેબ્રુઆરીના રોજ    2024ની સાલ માટે પ્રેસિડન્ટ પદની ચૂંટણી લડવાની જાહેરાત કરશે

હેલી, 51, જેણે દક્ષિણ કેરોલિનાના ગવર્નર તરીકે છ વર્ષ સુધી સેવા આપી હતી, 15 ફેબ્રુઆરીના રોજ શેરલોટ દક્ષિણ કેરોલિનામાં એક કાર્યક્રમમાં ઔપચારિક રીતે વ્હાઇટ હાઉસ માટે તેણીની ઉમેદવારીની ઘોષણા કરશે, ટૂંક સમયમાં તેના સમર્થકો, પોસ્ટ અને કુરિયરને આમંત્રણ આપવામાં આવશે.

અખબારે જણાવ્યું હતું કે તેણી રેસમાં પ્રવેશી રહી છે તે પુષ્ટિ 31 જાન્યુઆરીએ હેલીના આંતરિક વર્તુળના સભ્ય તરફથી મળી હતી.

હેલીએ અગાઉ કહ્યું હતું કે જો ડોનાલ્ડ ટ્રેમ્પ ફરીથી ચૂંટણી લડવાની ઘોષણાં કરશે  તો તે પડકાર નહીં આપે.તેવું એન.આર.આઈ.પલ્સ દ્વારા જાણવા મળે છે

(6:17 pm IST)