Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

યુ.એસ.માં ફેડરેશન ઓફ ઇન્ડિયન એશોશિએશન ( FIA ) ના ઉપક્રમે ભારતનો 71 મો પ્રજાસત્તાક દિવસ ઉજવાયો

શિકાગો : યુ.એસ.માં નોનપ્રોફિટ ફેડરેશન ઓફ ઇન્ડિયન એશોશિએશન ( FIA )ના  ઉપક્રમે ભારતનો 71 મો પ્રજાસત્તાક દિવસ ઉજવાઈ ગયો.જે પ્રસંગે હેલ્થફેરનું આયોજન પણ કરાયું હતું
રાણા રેગન કોમ્યુનિટી સેન્ટર કેરોલ સ્ટ્રીમ ઈલિનોઈસ મુકામે 25 જાન્યુઆરીના રોજ યોજાયેલા હેલ્થફેરનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.વિવિધ સંસ્કૃતિ ધરાવતા 3 લાખ જેટલા એશિયન અમેરિકન પ્રજાજનોને એક છત્ર હેઠળ સંગઠિત રાખતા નોનપ્રોફિટ FIAના ઉપક્રમે આયોજિત હેલ્થફેરનો 600 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો તથા બ્લડ ટેસ્ટ સહીત વિવિધ નિદાનો કરાવ્યા હતા જે માટે જુદા જુદા રોગોના નિષ્ણાત તબીબોએ સેવાઓ આપી હતી.હેલ્થફેર દરમિયાન તમામ માટે વિનામૂલ્યે નાસ્તો તથા ફૂડની વ્યવસ્થા કરાઈ હતી.
ઉજવણીના ભાગ રૂપે સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનો કરાયા હતા.સમગ્ર કાર્યક્રમમાં  FIA શિકાગો ફાઉન્ડર પ્રેસિડન્ટ શ્રી સુનિલ શાહ ,ચીફ ગેસ્ટ કોન્સ્યુલેટ જનરલ શ્રી સુધાકર દલેલા ,કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિષ્નામૂર્થી ,શ્રી ઓમકારસિંઘ સાંઘા ,શ્રી ગુરમિતસિંઘ  ઘલવાન ,શ્રીમતી પ્રેમ કૌર ,સુશ્રી પિંકી તથા શ્રી દિનેશ ઠક્કર ,શ્રી નિનાદ દફતરી ,શ્રી ધીતુ ભગવાકર ,સુશ્રી રીટા સિંઘ ,શ્રી નેઇલ ખોટ ,શ્રી અમરજીત સિંઘ ,શ્રી હરિભાઈ પટેલ ,શ્રી અમિત જિઁગરાંન ,શ્રી નિમિષ જાની ,સુશ્રી ક્રિષ્ના બંસલ ,શ્રી સૈયદ હુસેની ,શ્રી આશા ઓરસકર ,શ્રી બ્રિજ શર્મા ,સુશ્રી ઐશ્ચર્યા શર્મા ,શ્રી પ્રદીપ શુકલા ,તથા સુશ્રી કીરથી રીવોરી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા તથા પ્રાસંગિક ઉદ્દબોધનો કરાયા હતા.સોવેનિઅર બુકનું લોન્ચિંગ કરાયું હતું તેમજ જરૂરિયાતમંદ લોકો માટે વહીલચેર અને વોકર્સનું વિતરણ કરાયું હતું
આ તકે આગામી 23 ફેબ્રુઆરીના રોજ યોજાનારા ઇન્ડિયન હેરિટેજ નાઈટ ,તથા વિન્ડી સીટી બુલ્સ બાસ્કેટ બોલ રમત ઉપરાંત 21 માર્ચના રોજ ઉજ્વાનારા હોલી ઉત્સવની ઘોષણાં કરાઈ હતી.એવોર્ડ વિતરણ કરાયા હતા

શ્રી અનુ મલ્હોત્રાએ આભાર દર્શન કર્યું હતું તથા કાર્યક્રમના સ્પોન્સર્સ અને વોલન્ટિયર્સને બિરદાવ્યા હતા તેવું શ્રી સુરેશ બોડીવાલાની યાદી દ્વારા જાણવા મળે છે.

(12:12 pm IST)