Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

" યે ટ્રમ્પ હૈ જો માનતા નહીં " : હોસ્પિટલમાંથી રજા મળતા જ વ્હાઇટ હાઉસમાં જઈ સૌપહેલું કામ માસ્ક હટાવી દેવાનું કર્યું : બીમાર હોવા છતાં કહ્યું ' કોરોનાથી ડરવાની જરૂર નથી '

વોશિંગટન : અમેરિકાના પ્રુમખ ડોનાલ્ડ ટ્રમ્પને કોરોના પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.અચાનક સોમવારના રોજ તેઓ પાછા વ્હાઇટ હાઉસ આવ્યા. દાવો કરાયો કે ટ્રમ્પ સંપૂર્ણપણે સ્વસ્થ નથી પરંતુ પહેલાં કરતાં સારું છે આથી તેમણે વ્હાઇટ હાઉસ આવવાનો નિર્ણય કર્યો. જો કે પાછા આવ્યા બાદ તેમણે ફરીથી દોહરાવ્યું કે દુનિયાને કોરોનાથી ડરવાની જરૂર નથી. તેનાથી એક્સપર્ટસ ચિંતિત છે કે ટ્રમ્પ ખુદ બીમાર હોવા છતાંય મહામારીની ગંભીરતા સમજી શકતા નથી અને હજુ પણ નરમ વલણ અપનાવી રહ્યા છે.

વ્હાઇટ હાઉસ પાછા ફર્યા બાદ રાષ્ટ્રપતિ દક્ષિણ પોર્ટિકોની સીડીઓ ચઢીને ગયા અને માસ્ક પણ હટાવી દીધું. ત્યારબાદ તેમણે કહ્યું કે તેઓ સ્વસ્થ છે. તેઓએ પાછા જતા હેલિકોપ્ટરને અલવિદા પણ કહ્યું. ત્યારબાદ તેઓ માસ્ક પહેર્યા વગર જ વ્હાઇટ હાઉસમાં દાખલ થયા. ટ્રમ્પે હોસ્પિટલમાંથી નીકળતા પહેલાં ટ્વીટ પણ કરી હતી કે તેઓ ઝડપથી પ્રાચર પણ શરૂ કરી દેશે.

વ્હાઇટ હાઉસ પાછા ફર્યા બાદ તેમણે બીજો એક વીડિયો રજૂ કરી લોકોને કોરોનાથી ડરવું નહીં તેમ કહ્યું.

વોલ્ટર રીડ નેશનલ મિલિટ્રી મેડિકલ સેન્ટરમાં ટ્રમ્પના ડૉકટર નેવી કમાન્ડર શૉન કૉનલીએ કહ્યું હતું કે ટ્રમ્પ હજુ પણ ઇન્ફેકશનથી સ્વસ્થ થયા નથી. જો કે તેમ છતાંય તેમને ટ્રમ્પે વ્હાઇટ હાઉસ પાછા ફરવાનો નિર્ણય કર્યો જ્યાં હજુ પણ ઇન્ફેકશનના નવા કેસ સામે આવી રહ્યા છે. તો સેન્ટર્સ ફોર ડિસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શના મતે એવા લોકો જેમાં કોવિડ-19ના ઓછા લક્ષણ હોય છે તેમને જાતે જ 10 દિવસ સુધી આઇસોલેટ કરવું જોઇએ.

ટ્રમ્પ પરત ફરતા પ્રશ્ન એ ઉભો થયો છે કે બાકી અધિકારીઓને ઇન્ફેકશનથી કેવી રીતે બચાવાશે. એટલું જ નહીં બીમારીની ટ્રમ્પ પર શું અસર પડશે તેની પણ ચર્ચા થઇ રહી છે. ડૉ.કૉનલીએ ટ્રમ્પના ફેફસાંની સ્થિતિ અંગે કંઇ કહ્યું નથી. કોવિડ મોટાભાગે દર્દીઓના ફેફસાં પર સૌથી વધુ અસર કરે છે. ટ્રમ્પના વલણને જોતા એમ પણ કહ્યું છે કે તેનાથી લોકોને પણ આવું જ વર્તન કરવાનું કારણ મળી શકે છે આથી મહામારી વધુ ફેલાઇ શકે છે.

ટ્રમ્પની કોમેન્ટ બાદ યુનિવર્સિટી ઓફ પિટ્સબર્ગ મેડિકલ સેન્ટરના ડૉ.કોવિડ નેસ એ કહ્યું કે આ અંગે યથાર્થ જોવું જોઇએ. કોવિડ અમેરિકાની વસતીની માટે સંપૂર્ણપણે ખતરનાક છે. મોટાભાગના લોકો રાષ્ટ્રપતિની જેમ લકી નથી. ટ્રમ્પને હજુ સુધી એન્ટીવાયરલ ડ્રગ રેમડેસિવિરના તમામ ડોઝ પણ અપાયા નથી. તેમને પાંચમો અને ઝેલ્લો ડોઝ મંગળવારે આપવાનો છે.

તેમ છતાં ગંભીરતા નહીં દાખવતા ડોનાલ્ડ ટ્રમ્પ માટે એમ કહી શકાય કે ' યે ટ્રમ્પ હૈ જો માનતા નહીં '.

(1:59 pm IST)