Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

ઇન્ડિયન અમેરિકન મહિલા શર્મિષ્ઠા બારાઇને 15 વર્ષની જેલ : વધુ પગારની લાલચ આપી ઘરકામ માટે ભારતથી તેડાવેલ નોકરોને ગુલામની જેમ રાખ્યા : 18 કલાક કામ ,પગારનું ઠેકાણું નહીં ,પૂરતો ખોરાક પણ નહીં : મહિલાનો પતિ સતીશ કર્તન પણ દોષિત

કેલિફોર્નિયા : યુ.એસ.કોર્ટએ ઇન્ડિયન અમેરિકન મહિલા શર્મિષ્ઠા બારાઇને 15 વર્ષની જેલ સજા ફરમાવી છે.તેના ઉપર વધુ પગારની લાલચ આપી ઘરકામ માટે  ભારતથી તેડાવેલ નોકરોને ગુલામની જેમ રાખવાનો આરોપ હતો.આ નોકરોને પૂરતો ખોરાક પણ આપવામાં આવતો નહોતો ,તેમની પાસે 18 કલાક કામ કરાવાતું  હતું.તેમજ પગાર પણ નહિવત અપાતો હતો. જો તેઓ કામ ન કરે તો ધમકી આપવામાં આવતી હતી તેમજ મારકૂટ પણ થતી હતી તેવા આરોપો હતા.
મહિલાનો પતિ સતીશ કર્તન પણ આ કાર્યમાં શામેલ હોવાનું પુરવાર થતા તેને 22 ઓક્ટોબરના રોજ સજા ફરમાવાશે.

(1:40 pm IST)