Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

બ્રિટનમાં શરણાર્થીઓ માટેના કાયદામાં ફેરફારો કરાશે : કાયદેસર રીતે પ્રવેશ કરતા વિદેશીઓને સલામતી અપાશે : ગેરકાયદે ઘુસનારાઓને પાછા ધકેલાશે : ટૂંક સમયમાં ખરડો તૈયાર થઇ જશે : ભારતીય મૂળના હોમ મિનિસ્ટર સુશ્રી પ્રીતિ પટેલ

લંડન : બ્રિટનના હોમ મિનિસ્ટર ભારતીય મૂળના મહિલા સુશ્રી પ્રીતિ પટેલે કન્ઝર્વેટિવ પાર્ટીની મિટિંગમાં ઉદબોધન કરતા જણાવ્યું હતું કે બ્રિટનમાં શરણાર્થીઓ માટેના કાયદાઓ વર્ષો જુના છે.તેમાં બદલાવની જરૂર છે.જે માટે નવો મુસદ્દો તૈયાર થઇ રહ્યો છે. જે મુજબ કાયદેસર આવેલા વિદેશીઓને સલામતી અપાશે તથા ગેરકાયદે ધુસેલાઓને પાછા ધકેલાશે.
ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં 2019 ની સાલમાં આશરો મેળવવા માટે 35,566 અરજીઓ આવી હતી.જે 2002 ની સાલમાં 84 હજાર જેટલી હતી.

(1:31 pm IST)