Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

પાકિસ્તાનમાં હિન્દૂ કિશોરીનું અપહરણ : ગેંગ રેપ કરી રોડ ઉપર ફેંકી દીધી : ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક હિન્દૂ કિશોરીનું અપહરણ કરાયું છે.સશસ્ત્ર હુમલાખોરો કિશોરીને ઉપાડી ગયા હતા.તથા તેના ઉપર ગેંગ રેપ કર્યો હતો.બાદમાં રોડ ઉપર ફેંકી દીધી હતી.પીડિત કિશોરીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે હજુ થોડા  દિવસ પહેલા જ  ગેંગ રેપનો ભોગ બનેલી હિન્દૂ યુવતીએ બ્લેક મેલનો ભોગ બનતી  હોવાથી કુવામાં પડી આત્મહત્યા કરી લીધી હતી.ત્યાર પહેલા એક વિદેશી મહિલાને મોટરમાંથી બહાર ઢસડી જઈ તેના સંતાનોની હાજરીમાં જ હેવાનોએ દુષ્કૃત્ય આચર્યું હતું.આમ પાકિસ્તાનમાં લઘુમતી કોમની મહિલાઓ હેવાનિયતનો ભોગ બની રહી છે.

(1:07 pm IST)