Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

ઇન્ડિયન અમેરિકન શ્રી ચાન અને સુશ્રી સુરેખા પટેલના 50 વર્ષના લગ્નજીવનની અનોખી ઉજવણી : ટેક્સાસના ઇરવીંગમાં આવેલી ચેરીટેબલ કોમ્યુનિટી હોસ્પિટલને 2 મિલિયન ડોલરનું દાન આપશે

ટેક્સાસ : યુ.એસ.માં ટેક્સાસના  ઇરવિંગમાં  ઉદ્યોગજગતના અગ્રણી અને સામુદાયિક અગ્રણીઓ ચાન અને સુરેખા પટેલે શહેરની એકમાત્ર ચેરિટેબલ કૉમ્યુનિટી હૉસ્પિટલ બેલોર સ્કોટ એન્ડ વ્હાઇટ મેડિકલ સેન્ટરમાં  બે મિલિયન ડોલરનું દાન આપવાનું વચન આપ્યું છે. સર્જિકલ અને વાસ્ક્યુલર કેરને ઉત્તેજન આપવા માટે હોસ્પિટલના ઈતિહાસમાં આ સૌથી માતબર દાન છે.      બેલોર સ્કોટ એન્ડ વ્હાઇટ ઈરવિંગ ફાઉન્ડેશનના ઈતિહાસમાં કોઈ પણ દાતા દ્વારા આપવામાં આવેલું આ મોટું દાન છે.  

આ ભેટની જાહેરાત કરતાં .  બેલોર સ્કોટ એન્ડ વ્હાઇટ ઈરવિંગ ફાઉન્ડેશનના પ્રમુખ સિંડી ચેમ્પે જણાવ્યું હતું કે અમે ચાન અને સુરેખા પટેલને અમારા પ્રખર સમર્થક અને બેલોર સ્કોટ એન્ડ વ્હાઇટ ઈરવિંગ ફાઉન્ડેશનમાં અમે જે કરી રહ્યા છીએ તે  મહાન ઉમદા કાર્યના ચેમ્પિયન તરીકે સન્માન કરતાં ગૌરવની લાગણી અનુભવીએ છીએ. તેઓના આ માતબર પ્રદાન બદલ ચાન અને સુરેખા પટેલનું નામ હોસ્પિટલના મેડિકલ ઓફિસ બિલ્ડીંગ વન સાથે જોડવામાં આવશે.

 પટેલ દંપતિની આ ભેટ તેઓના લગ્ન જીવનના 50 વર્ષની ઉજવણીના માનમાં આપવામાં આવી હતી.

તેઓએ સમાજને કઈક પાછું આપવાની ભાવના સાથે આ ભેટ આપી છે  જે સખત મહેનત અને સિદ્ધિઓ હાંસલ કરવાના તેમના ધ્યેયને ચાલુ રાખે છે.  ચાને જણાવ્યું હતું કે 1965માં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં જોડાવા મે જ્યારે મુંબઈ છોડયું, ત્યારે મારા પરિવારને છોડયો અને અમે 6 જણ 8 બાય 10 ફૂટના એક રૂમના ઘરમાં રહેતા હતા. મે સપના નિહાળ્યા અને મક્કમ નિર્ધાર, લગન પ્રયાસો થકી સાકાર થયા. સુરેખા મારી સાથે હોવાથી અમે સાથે મળીને સપના સાકાર કર્યા આથી અમે બીજાના જીવનના સપના સાકાર કરવાનો નિર્ણાય કર્યો.

ચાન ઉદ્યોગ સાહસિક હોટેલિયર  છે જેઓની હોટેલો મેનહટન થી ટેક્સાસ સુધી ફેલાયેલી છે તે સ્ટેટ બેન્ક ઓફ ટેક્સાસ ના સ્થાપક છે. જે ભારતીયની માલિકીની સૌથી મોટી બેન્ક છે અને અમેરિકામા ચાલતી કૉમ્યુનિટી બેન્ક છે. જેને ટોપ પરફોર્મિંગ ના વિવિધ નેશનલ એવોર્ડસ પણ મળ્યા છે. તેઓ બેલોર સ્કોટ એન્ડ વ્હાઇટ ઈરવિંગ ફાઉન્ડેશન ઈરવિંગ અને ઈરવિંગ  હોસ્પિટલ ઓથોરીટી તરીકે સેવા આપે છે.   સુરેખા પરિવારની મજબૂત  કરોડરજ્જુ છે જે બિઝનેસ ની સફળતામાં મહત્વનું યોગદાન આપે છે. તેઓ બેન્કના સ્થાપક બોર્ડ સભ્ય છે અને બેલોર સ્કોટ એન્ડ વ્હાઇટ ઈરવિંગ ફાઉન્ડેશન આસ્થા ચેરિટીના ચેરપર્સન છે. જેઓ સુરતી લેઉઆ પાટીદાર સમાજ માટે  ગૌરવ છે.તેવું શ્રી સુભાષ શાહની યાદી દ્વારા જાણવા  મળે છે.

(6:25 pm IST)