Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

શ્રી દ્વારકાધીશ મંદિર પાર્લીન ન્યુજર્સી મુકામે આજ 3 ઓક્ટોબરના રોજ ડ્રાય ફ્રુટનાં હિંડોળા : આવતીકાલ 4 ઓક્ટો.રવિવારે હાટડી મનોરથ : વીક એન્ડ દરમિયાન અધિક માસ શયન દર્શનનો લહાવો

દિપ્તીબેન જાની  દ્વારા ,ન્યુજર્સી : યુ.એસ.માં શ્રી દ્વારકાધીશ મંદિર ,717 ,વોશિંગટન રોડ ,પાર્લીન ન્યુજર્સી મુકામે વીક એન્ડ દરમિયાન અધિક માસ શયન દર્શનનું આયોજન કરાયું છે.જે  અંતર્ગત 2 ઓક્ટોબર શુક્રવારે યમુના પાનના આયોજન બાદ આજ 3 ઓક્ટોબર શનિવારના રોજ ડ્રાય  ફ્રુટનાં હિંડોળા દર્શન થશે.આવતીકાલ 4 ઓક્ટો.રવિવારે હાટડી મનોરથનું આયોજન કરાયું  છે.
આ ત્રણે દિવસ દરમિયાન શયન દર્શન બાદ પ્રસાદ લેવા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા વિનંતી કરાઈ છે.વિશેષ માહિતી માટે કોન્ટેક નં 732-254-0061 દ્વારા  સંપર્ક સાધવા મંદિરની યાદીમાં જણાવાયું છે.

(6:01 pm IST)