Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસમાં 27 વર્ષની ઝળહળતી કારકિર્દી બાદ ઇન્ડિયન અમેરિકન ડો.તુષાર પટેલ સેવા નિવૃત : વોશિંગટન ડી.સી.ના 122 હેલ્થકેર સેન્ટરમાં દર્દીઓની સેવાઓ માટે ખરા દિલથી ફરજ બજાવી : રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ મેળવ્યા : સેનેટર્સ, એસેમ્બલીમેન, મેયર સહિતના સમાજના આગેવાનોએ પ્રશસ્તિ પત્રો આપી બહુમાન કર્યું : સરકારી નોકરી ઉપરાંત નોનપ્રોફિટ ઓર્ગેનાઈઝેશન્સ IHCNJ, લાયન્સ ક્લબ, GOPIO સહીત જુદી જુદી સંસ્થાઓમાં વિવિધ હોદાઓ ઉપર ફરજ બજાવી : સરકારી નોકરીમાંથી સેવા નિવૃત થયા પછી હવે કોમ્યુનિટી સેવાઓ માટે વધુ સમય ફાળવવાનો કોલ

દિપ્તીબેન જાની દ્વારા, ન્યુજર્સી : યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસમાં છેલ્લા 27 વર્ષ સુધી સેવાઓ આપ્યા પછી  ડો.તુષાર પટેલ 30 સપ્ટેમ્બર 2020 ના રોજ નિવૃત થયા છે. વોશિંગટન  ડી.સી.ના ફેડરલ બ્યુરો ઓફ પ્રિઝનમાં ચીફ ઓફ હેલ્થ કેર ક્વોલિટી /રિસ્ક મેનેજમેન્ટ બ્રાન્ચમાં તેમણે સતત 27 વર્ષ સુધી સેવાઓ આપી. તેમણે ઓક્ટોબર 1993 માં ફેડરલ બ્યુરો ઓફ પ્રિઝનમાં સેવાઓ આપવાની શરૂ કરી હતી.જે દરમિયાન તેઓએ  7 મોટા એવા ગણાતા ફેડરલ મેડિકલ સેન્ટર સહીત કુલ 122 સેન્ટરમાં હેલ્થકેર ક્વોલિટી મેનેજમેન્ટ ક્ષેત્રે સેવાઓ આપી.જે અંતર્ગત પ્યુઅર્ટો રિકો  તથા હવાઈમાં 2011 ની સાલથી સેવાઓ આપી.

આ સેવાઓ દરમિયાન તેમની મુખ્ય કામગીરી જુદા જુદા ક્લિનિક ઉપર દેખરેખ રાખવાની સાથે રિસ્ક મેનેજમેન્ટ પ્રોગ્રામ, ગુણવત્તા સભર સારવાર ,દર્દીઓના ચેપ ફેલાતા અટકાવવા ,મેડિકલના વ્યવસાય  સાથે જોડાયેલા લોકોને માર્ગદર્શન આપવું , મેડિકલને લગતા દાવાઓ અને તેને લગતા કેસોનો  સામનો  કરવો ,સહિતની બાબતોનો પ્રોટોકોલ  મુજબ નિકાલ કરવાની કપરી જવાબદારી તેમણે નિભાવી.  જે દરમિયાન તેઓ નમ્રતા ,નિખાલસતા ,પ્રેમાળ અને મિત્રતાભર્યા વર્તનને લીધે  તેમના સુપિરિયર તેમજ સહકર્મીઓ વચ્ચે  લોકપ્રિય બની ગયા હતા .તેમનામાં ફરજ પ્રત્યેની નિષ્ઠા ,ધગશ ,વિશ્વાસ ,તથા અર્પિત થઇ જવાની ભાવના જેવા નેતૃત્વ માટેના લાયક ગુણો જોવા મળ્યા હતા.છેલ્લા 10 વર્ષ દરમિયાન તેમણે એશિયન અમેરિકન એન્ડ પેસિફિક આઇલેંડરમાં પ્રોગ્રામ મેનેજર તરીકે સેવાઓ આપી  રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ મેળવ્યા.

સરકારી નોકરી ઉપરાંત ડો.પટેલે ન્યૂજર્સીના જુદા જુદા નોનપ્રોફિટ કોમ્યુનિટી ઓર્ગેનાઈઝેશનશમાં પણ સેવાઓ આપી.તેઓ 2006 ની સાલથી ' ઇન્ડિયન હેલ્થ કેમ્પ ઓફ ન્યૂજર્સી ( IHCNJ  )  પ્રેસિડન્ટ તરીકે સેવાઓ આપી રહ્યા છે. તથા રોગો  થતા અટકાવવા અને જુદા જુદા રોગોના વિનામૂલ્યે  નિદાન માટે યોજાતા હેલ્થ કેમ્પમાં આપવામાં આવતી સેવાઓ અંગે વોલન્ટિયર્સને માર્ગદર્શન આપી રહ્યા છે.1999  ની સાલથી હેલ્થકેર ક્ષેત્રે કાર્યરત આ ઓર્ગેનાઇઝેશન દ્વારા અત્યાર  સુધીમાં 10  હજાર  ઉપરાંત દર્દીઓ ને વિનામૂલ્યે નિદાન કરી આપી રોગો થતા અટકાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું છે.જેનો જરૂરિયાતમંદ સાઉથ એશિયન પ્રજાજનોએ લાભ મેળવ્યો છે.
ડો.પટેલ 2005 ની સાલથી ઈન્ડો અમેરિકન કલચરલ ફાઉન્ડેશન ઓફ સેન્ટ્રલ જર્સી ( IACFNJ  )  સાથે પણ જોડાયેલા છે.તથા પ્રેસિડન્ટ  તરીકે સેવાઓ આપી રહ્યા છે. તેઓ ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પીપલ ઓફ  ઇન્ડિયન ઓરિજીન ( GOPIO  )   સેન્ટ્રલ જર્સી ચેપટરનાં પ્રેસિડન્ટ તરીકે પણ સેવાઓ આપી ચુક્યા છે.તથા હાલમાં GOPIO ઇન્ટરનેશનલ હેલ્થ કાઉન્સિલ ચેરમાં 2018 ની સાલથી સેવાઓ આપી રહ્યા છે.તથા ભારતમાં યોજાતા  હેલ્થ અવેરનેસ પ્રોજેક્ટ્સ ,હેલ્થ સમિટ તેમજ એજ્યુકેશનલ પ્રોગ્રામમાં સક્રિય રીતે યોગદાન  આપી રહ્યા છે.

તેઓ કોમ્યુનિટીને આરોગ્ય સહિતની તમામ સેવાઓ મળી રહે તે માટે હંમેશા કટિબદ્ધ છે.

ડો.પટેલને મળેલા જુદા જુદા એવોર્ડ તથા પ્રશસ્તિપત્રો

કોમ્યુનીટીએ સેવાઓ બદલ 2012 ની સાલમાં યુનાઇટેડ સ્ટેટ્સ એટર્ની જનરલના વરદ હસ્તે યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ કોમ્યુનિટી સર્વિસ એવોર્ડ. બૃહદ ગુજરાતી સમાજ ઓફ ન્યુયોર્ક દ્વારાઓક્ટોબર  2013 માં ' ગુજરાત ગૌરવ એવોર્ડ  '.ઉપરાંત ડિસેમ્બર 2013 માં ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટી તથા ઈન્ડો અમેરિકન ઈન્ડિપેન્ડન્ટ ફાર્મસી ઓનર્સનો ' કોમ્યુનિટી લીડરશીપ એવોર્ડ ' .માર્ચ 2014 માં રોટરી ક્લ્બ ઓફ પ્લાઈન્સબોરોનો ' હ્યુમીનેટેરિઅન એવોર્ડ '.તેમજ રોટરી ઇન્ટરનેશનલ ડીસ્ટ્રીકટ 71510 નો કોમ્યુનિટી સર્વિસ લીડરશીપ એવોર્ડ નો સમાવેશ થાય છે.

જૂન 2015 માં ડો.પટેલને પબ્લિક સર્વિસ ઈન હેલ્થકેર પ્રોફેશનલ ઓફ ઈયર એવોર્ડ આપી ન્યુજર્સી ગવર્નર થોમસ જેફરસને  બહુમાન કર્યું હતું .ઉપરાંત તે  માસમાં જ વોલન્ટીયર ઓફ ધ ઈયર એવોર્ડ  કેટેગરીમાં NJ BIZ  હેલ્થકેર હીરોઝ  ફાઇનાલિસ્ટ તરીકે સ્થાન મેળવ્યું હતું . તેમજ 2016 માં પબ્લિક હેલ્થ હીરો કેટેગરીમાં સ્થાન મેળવ્યું હતું .

ડો.પટેલનું  મે 2019 માં પેસેક કાઉન્ટી ફ્રીહોલ્ડર જોહન બાર્ટલેટ ના વરદ હસ્તે  ' ચેમ્પિયન ઓફ સિવિલ રાઇટ્સ એવોર્ડ , આપી બહુમાન કરાયું હતું .

ડો.પટેલની 27 વર્ષની સરકારની શ્રેષ્ઠ સેવાઓ બદલ સેનેટર કોરી બ્રુકર ,રોબર્ટ મેનેનડેઝ ,વિન ગોપાલ ,એસેમ્બલી મેન રાજ મુખર્જી ,સાઉથ બ્રન્સવિક ટાઉનશીપ મેયર ચાર્લ્સ કર્લી ,સહિતનાઓએ પ્રશસ્તિ પત્રો આપી તેમને  સન્માનિત કર્યા હતા.

જુદા જુદા હોદાઓ ઉપર જવાબદારી સંભાળી રહેલા ડો.પટેલ

2003 ની સાલથી આજની તારીખ સુધી  પ્રિઝર્વ એટ પ્રિન્સેટોંન વોક ,પ્રિન્સેટોન ,ન્યુજર્સી બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ તથા વાઇસ પ્રેસિડન્ટ તરીકે સેવાઓ આપી રહ્યા છે.પ્રિન્સેટોન વોક કોમ્યુનિટી રિક્રિએશન બોર્ડમાં 2005 થી 2008 ની સાલ દરમિયાન કમિટી મેમ્બર તરીકે સેવાઓ આપી.ઇન્ડિયન હેલ્થકૅમ્પ ઓફ ન્યૂજર્સીમાં  2006 ની સાલથી આજની તારીખમાં પ્રેસિડન્ટ તરીકે  સેવાઓ આપી રહ્યા છે.ઈન્ડો અમેરિકન કલચરલ ફાઉન્ડેશનમાં 2013 ની સાલથી  આજની તારીખે પણ પ્રેસિડન્ટ તરીકે સેવાઓ આપી રહ્યા છે.સાઉથ બ્રન્સવિક ટાઉનશીપ હેલ્થ એડવાઈઝરી કમિટીમાં  2008 ની સાલથી 2010 ની સાલ સુધી મેમ્બર તરીકે સેવાઓ આપી.એશિયન અમેરિકન એન્ડ  પેસિફિક આઇલેંડર એન્ડ નેટિવ અમેરિકન્સ તથા ફેડરલ બ્યુરો ઓફ પ્રિઝનના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસમાં 2013 થી 2020 ની સાલ સુધી સેવાઓ આપી.ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ PAN  એશિયા બોર્ડમાં 2017 થી 2020 ની સાલ દરમિયાન એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મેમ્બર તરીકે સેવાઓ આપી.લાયન્સ ક્લબમાં 2018 ની સાલથી આજની તારીખ સુધી ડીસ્ટ્રીકટ ડાયાબિટીસ ચેર તરીકે સેવાઓ આપી રહ્યા છે. GOPIO  સેન્ટ્રલ જર્સી ચેપટરમાં 2018 થી 2020 ની સાલ દરમિયાન પ્રેસિડૅન્ટ તરીકે સેવાઓ આપી. GOPIO    ઇન્ટરનૅશન્લમાં 2018 ની સાલથી આજની તારીખમાં હેલ્થ કાઉન્સિલ ચેર તરીકે સેવાઓ આપી રહ્યા છે.તેવું ડો.તુષાર પટેલના અહેવાલ દ્વારા જાણવા મળે છે.

(2:18 pm IST)