Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

અમેરિકામાં અચાનક આવતા હાર્ટ એટેકથી દર વર્ષે પ લાખ ૫૦ હજાર લોકો મૃત્યુ પામે છેઃ શિકાગોમાં SCARFના ઉપક્રમે યોજાયેલા દ્વિતિય વાર્ષિક ફંડ રેઇઝીંગ પ્રોગ્રામનો અહેવાલઃ ઇમરજન્સી મેડીકલ સારવાર મળે ત્યારે પહેલા AEDનો વિનામૂલ્યે લાભ મેળવવા ચલાવાઇ રહેલી ઝુંબેશ

શિકાગોઃ યુ.એસ.ના શિકાગોમાં ૨૭ જુલાઇ ૨૦૧૯ના રોજ ''સડન કાર્ડીયાક ડેથ અવેરનેસ રિસર્ચ ફાઉન્ડેશન (SCARF)નો દ્વિતિય વાર્ષિક ગાલા ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ યોજાઇ ગયો. જેમાં ૫૩૦ ઉપરાંત આમંત્રિતોએ હાજરી આપી હતી.

અચાનક આવતા હાર્ટ એટેક સામે જાગૃતિ લાવવા માટે કાર્યરત આ SCARFના ઉપક્રમે યોજાયેલા આ ફંડ રેઇઝીંગ પ્રોગ્રામમાં જણાવાયા મુજબ દર વર્ષે અચાનક હાર્ટ એટેકથી મૃત્યુ પામતા લોકોની સંખ્યા પ લાખ ૫૦ હજાર ઉપરાંતની થઇ જાય છે. તેથી તેની સામે જાગૃતિ લાવતા પગલા લેવાનું કામ ખૂબ જરૂરી બન્યુ છે. જે માટે ફાઉન્ડેશનને વ્યકિતગત, કોમ્યુનીટી ગૃપ્સ, સ્થાનિક તથા રાષ્ટ્રિય કક્ષાના ઓર્ગેનાઇઝેશન્શનો સહકાર મળી રહ્યો છે.

ઉપરોકત ફંડ રેઇઝીંગ ગાલા પ્રોગ્રામમાં જણાવાયા મુજબ ફાઉન્ડેશન દ્વારા અમલી બનાવાયેલા ''ઓટોમેટેડ એક્ષટર્નલ ડીફીબ્રીલેટર્સ (સ્વચાલિત બાહય ડીફીબ્રીલેટર) ડોનેશન પ્રોગ્રામમાં શામેલ થનાર નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશન્શ, સકૂલ્સ, પાર્ક ડીસ્ટ્રીકટસ, પ્રાર્થના માટેના સ્થળો, તેમજ ચેરીટેબલ ઓર્ગેનાઇઝેશન્શને ઉપરોકત AED (સ્વચાલિત બાહય ડીફી બ્રીલેટર)નો વિનામૂલ્યે લાભ આપવામાં આવે છે. જે અંતર્ગત SCARF દ્વારા શિકાગો એરીયામાં ૧૬ ઓર્ગેનાઇઝેશન્શને વિનામૂલ્યે AED માટે માન્ય કરાયા છે.

જેની મદદથી ઇમરજન્સી મેડીકલ સારવાર મળે તે પહેલા તાત્કાલિક રાહત મળવાનું શરૂ થઇ જાય છે. જેના ઉપયોગ માટે અનેક લોકો તાલીમ મેળવી ચુકયા છે. જે માટે હાઇસ્કૂલ તથા કોલેજના સ્ટુડન્ટસને ૮ સપ્તાહની તાલીમ અપાય છે.

મોટા ભાગના કાર્ડીયાક એટેક મધરાતથી સવરના ૬ વાગ્યા સુધીમાં આવે છે. જે માટે  સુવાની પધ્ધતિ વિષે પણ માર્ગદર્શન આપવામાં આવે છે S.C.A.R.F દ્વારા ૧૦ થી ૧૩ વર્ષના જુનીઅર સ્ટુડન્ટસ માટે પણ શરીર રચના અને શરીર વિજ્ઞાન અંગે માર્ગદર્શન આપતા પ્રોગ્રામનું લોંચીંગ કરાયું છે.જે અંતર્ગત હેલ્થી લાઇફ સ્ટાઇલ અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. વિશેષ માહિતી માટે www.scarfnow.org દ્વારા સંપર્ક સાધી શકાય છે. તેવું શ્રી સુરેશ તથા સુશ્રી ઉષા બોડીવાલા દ્વારા જાણવા મળે છે.

(7:17 pm IST)