Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

પાકિસ્તાનમાં વસતા લઘુમતી કોમના ખ્રિસ્તીઓ ગટર અને રસ્તા સાફ કરવાની નોકરી કરવા મજબુર

ઇસ્લામાબાદ : ઈસાઈ ,હિન્દૂ ,શીખ ,સહિતની પાકિસ્તાનમાં વસતી લઘુમતી કોમ પાસે બિલકુલ હલકા પ્રકારના કામ કરાવવામાં આવે છે.એટલુંજ નહીં આવા કામોની નોકરી તેમના માટે અનામત રાખવામાં આવે છે.જેમકે તાજેતરમાં આંતર રાષ્ટ્રીય મીડિયા દ્વારા જાહેર કરાયેલા અહેવાલ મુજબ  ગટર સાફ કરવાની નોકરી લઘુમતી ઈસાઈ કોમ માટે અનામત રાખવામાં આવી હતી.જેનો ઉગ્ર વિરોધ થતા આ જોગવાઈ નાબૂદ કરવાની ફરજ પડી હતી.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં શરૂઆતથી જ અલ્પસંખ્યક લોકો સાથે ભેદભાવ ભર્યો વહેવાર રાખવામાં આવે છે.

(5:55 pm IST)