Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

ભારતના કલાસીકલ ડાન્સર દીપા નાયરનું દુબઈમાં હૃદયરોગના હુમલાથી નિધન

તેમના પતિ સુરજ મૂસદે કહ્યું જો કોરોનાનો કહેર ચાલી રહ્યો ન હોત તો તેનું જીવન બચી શકયું હોત

દુબઈઃ ભારતના સુવિખ્યાત શાસ્ત્રી નૃત્યાંગના દીપા નાયરનું દુબઈમાં તેમના નિવાસસ્થાને હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. તેઓ ૪૭ વર્ષના હતા.

ખલીજ ટાઈમ્સના જણાવ્યા અનુસાર દીપા નાયર કેરળના રહેવાસી હતા અને ઈવેન્ટ મેનેજરનું કામ કરતા હતા. તેઓના પતિ સુરજ મુસદે કહ્યું કે જો હાલમાં કોરોના વાયરસનો કહેર ફેલાયો ન હોત તો તેમનું જીવન બચાવી શકાયું હોત.

દીપા નાયરની તબીયત બગડતા તેમને દુબઈની એક હોસ્પિટલમાં લઈ જવાયા, પરંતુ ત્યાં કોવિડ-૧૯ના ૧૪૦ દર્દીઓ પહેલાથી જ દાખલ હતા. તેમની રોગ પ્રતિકારત્મક શકિત પણ ઓછી હતી. એટલે તેઓએ અન્ય કલીનીકમાં લઈ જવાયા જયાં તેઓને દવાઓ આપી બીજા દિવસે રજા આપી દેવામાં આવી. ઘરે પરત આવ્યા બાદ પણ તેમની તબીયત સારી ન હતી. તેઓને હૃદયરોગનો હુમલો આવતા તેઓનું નિધન થયું હતું.

(4:06 pm IST)