Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

ઇંગ્લેન્ડના લેસ્ટરમાં હિન્દૂ મંદિરની દીવાલો ઉપર કોમી લાગણી ઉશ્કેરતા લખાણો જોવા મળ્યા : પોલીસ તપાસ દરમિયાન ભારતીય મૂળના અમિત દિવેચાનું નામ ખુલ્યું : કોર્ટમાં આરોપ સાબિત થતા 52 સપ્તાહની જેલ

લંડન : ઇંગ્લેન્ડના લેસ્ટરમાં આવેલા મંદિરની દીવાલો તથા અનેક વ્યવસાયિક સ્થળો ઉપર કોમી લાગણી ઉશ્કેરતા લખાણો જોવા મળતા પોલીસ તપાસ હાથ ધરાઈ હતી.જેમાં ભારતીય મૂળના અમિત દિવેચાનું નામ ખુલતા કોર્ટ કેસ કરાયો હતો.જે અંતર્ગત તેના ઉપરના આરોપો સાબિત થયા હતા.તેમજ તેણે પોતે પણ ગુનાની કબૂલાત કરી લીધી હતી.આથી કોર્ટએ તેને 52 સપ્તાહની જેલસજા ફરમાવી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:36 am IST)