Gujarati News

Gujarati News

News of Tuesday, 5th May 2020

" હિન્દૂ ચેરિટીઝ ફોર અમેરિકા " : ઇન્ડિયન અમેરિકન શ્રી હરીશ કોટેચાએ શરૂ કરેલ ઉમદા કામગીરીના 10 વર્ષ પૂર્ણ

યુ.એસ.: સર્વ વ્હેર વી લિવ.સૂત્ર સાથે ઇન્ડિયન અમેરિકન શ્રી હરીશ કોટેચાએ શરૂ કરેલ ચેરિટીની કામગીરીને 10 વર્ષ પૂર્ણ થયા છે.
           આફ્રિકાથી આવી અમેરિકામાં સ્થાયી થયેલા શ્રી કોટેચાએ કોમ્યુનિટીના લોકોને સહાયરૂપ થવા માટે દસ વર્ષ પૂર્વે કામગીરી શરૂ કરી હતી.જેને સ્થાનિક ડોનર્સ તથા વોલન્ટિયર્સનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો હતો.તથા આ સેવાકીય સત્કાર્ય માટે લાખો ડોલર ભેગા થઇ શક્યા હતા.જેના થકી આવકની અસમાનતા દૂર કરવાનો પ્રયત્ન થાય છે.જે માટે સ્ટુડન્ટ્સને ઉચ્ચ શિક્ષણ આપવા સ્કોલરશીપ આપવામાં આવે છે.
         ઉલ્લેખનીય છે કે 2017 ની સાલમાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ શ્રી કોટેચાનું સેવાકીય કાર્યો માટે લાઈફ  ટાઈમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માન કર્યું હતું.

(7:16 pm IST)