Gujarati News

Gujarati News

News of Tuesday, 5th May 2020

" પોર્ટેબલ ઇમર્જન્સી વેન્ટિલેટર " : ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર શ્રી દેવેશ રંજનના નેતૃત્વ હેઠળની ટીમને ઉપકરણના નિર્માણમાં મળેલી સફળતા : ઓછી કિંમતના આ ઉપકરણથી કોરોના વાઇરસના દર્દી સરળતાથી શ્વાસ લઇ શકશે

જ્યોર્જિયા : એટલાન્ટામાં આવેલી જ્યોર્જિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર શ્રી દેવેશ રંજનના નેતૃત્વ સાથેની ટીમને ઓછી કિંમતના અને પોર્ટેબલ ઇમર્જન્સી વેન્ટિલેટર તૈયાર કરવામાં સફળતા મળી રહી હોવાનું જાણવા મળે છે.
આ વેન્ટિલેટરથી કોરોના વાઇરસના પેશન્ટને શ્વાસ લેવામાં સરળતા રહેશે.તેમજ ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફને પણ નિદાન કરવામાં સરળતા રહેશે.

(6:55 pm IST)