Gujarati News

Gujarati News

News of Tuesday, 5th May 2020

ઇન્ડિયન અમેરિકન મહિલા પ્રોફેસર સુશ્રી અનિતા શુક્લાને રિસર્ચ એચીવમેન્ટ એવોર્ડ : બ્રાઉન યુનિવર્સીટી દ્વારા સન્માન કરાયું

યુ.એસ. : બ્રાઉન યુનિવર્સીટીના ફેકલ્ટી મેમ્બર ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી અનિતા શુક્લાને રિસર્ચ એચીવમેન્ટ એવોર્ડ આપી બહુમાન કરાયું છે.
યુનિવર્સીટીના 7 ફેકલ્ટી મેમ્બર્સને ઉપરોક્ત એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.તેમજ તમામ 7 મેમ્બર્સને 5 હજાર ડોલરનું રિસર્ચ સ્ટાઇફંડ આપવામાં આવ્યું હતું.
એવોર્ડ વિજેતાઓને એન્જીનીઅરીંગ ,સાયન્સ ,વિઝ્યુઅલ આર્ટસ ,સહિતના વિવિધ ક્ષેત્રે સંશોધન માટે એવોર્ડ તથા સ્ટાઇફંડ આપી સન્માનિત કરાયા હતા.
સુશ્રી શુક્લા આ અગાઉ પ્રેસિડેન્સીઅલ અરલી કેરીઅર એવોર્ડ ફોર સાયન્ટિસ્ટ્સ એન્ડ એન્જીનીયર્સ, નેશનલ સાયન્સ ફાઉન્ડેશન  કેરીઅર એવોર્ડ ,સહીત વિવિધ એવોર્ડ મેળવી ચુક્યા છે.

(6:36 pm IST)