Gujarati News

Gujarati News

News of Tuesday, 5th May 2020

કોરોના સંકટ વચ્ચે યુ.એ.ઈ.સ્થિત ભારતીય વ્યક્તિનું નસીબ ખુલ્યું : માસિક 5 હજાર દિરહામના પગારદારને અધધ...20 કરોડ રૂપિયાની લોટરી લાગી

અબુધાબી : યુ.એ.ઈ.માં માસિક 5 હજાર દિરહામના પગારથી નોકરી કરતા ભારતીય મૂળના દિલીપકુમાર પર્મેશ્વરનને 1 કરોડ દિરહામ એટલેકે 20 કરોડ રૂપિયાની લોટરી લાગી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

છેલ્લા 17 વર્ષથી અબુધાબીમાં સ્થાયી થયેલા દિલીપકુમારને લોટરીનું આવડું મોટું ઇનામ લગતા તેણે જણાવ્યું હતું કે આ રકમમાંથી તે સૌપહેલાં કરજ ચુકવશે તથા બાકીની રકમ તેના 2 બાળકોના શિક્ષણ માટે ખર્ચ કરશે.

(12:11 pm IST)