Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

ફાયર બ્રિગેડના ટ્રક નીચે કચડાઈ જવાથી મૃત્યુ પામેલ ઇન્ડિયન અમેરિકન યુવતીના કોર્ટ કેસમાં સમાધાન : ફાયર ડિપાર્ટમેન્ટ તથા તંત્ર વિરુદ્ધ કરાયેલા કેસમાં યુવતીના વાલીને 1 મિલિયન ડોલરનું વળતર ચુકવાયું

કનેક્ટીકટ : યુ.એસ.માં યુનિવર્સીટી ઓફ કનેક્ટિકટમાં અભ્યાસ કરતી ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ યુવતી 19 વર્ષીય જેફની પેલીનું 16 ઓક્ટોબર 2016 ના રોજ અવસાન થયું હતું. જે કેમ્પસ પાર્ટી બાદ રાત્રે ફાયર બ્રિગેડ ગેરેજના ડોર પાસે આલ્કોહોલના સેવન બાદ સુઈ ગઈ હતી ત્યારે ફાયર બ્રિગેડ ટ્રક તેની ઉપરથી પસાર થઇ જતા મૃત્યુ પામી હતી.
પોતાની લાડલી પુત્રીનું મોત નિપજાવવા બદલ યુવતીના વાલીઓએ ફાયર બ્રિગેડ તથા તંત્ર ઉપર કોર્ટ કેસ કર્યો હતો.જેના અનુસંધાને 1 મિલિયન ડોલરની રકમ વળતર પેટે ચૂકવવાનું નક્કી થતા સમાધાન સાથે કેસ પાછો ખેંચવામાં આવ્યો હતો તેવું યુવતીના વાલીના એટર્નીએ સમાચાર સૂત્રોને જણાવ્યું હતું.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:45 pm IST)