Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

અમેરિકાએ H-1B વિઝાધારકોની ચિંતા હળવી કરી : 60 દિવસની મુદત લંબાવી : યુ.એસ.સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ ( USCIS ) ની ઘોષણાં

વોશિંગટન : સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસના હાહાકાર વચ્ચે સૌથી વધુ અસરગ્રસ્ત અમેરિકામાં  H-1B વિઝા મેળવી સ્થાયી થયેલા લોકો માટે સમસ્યા ઉભી થઇ હતી. જે મુજબ કોરોના મહામારીને કારણે કામધંધા બંધ હોવાથી નોકરી છૂટી જવાના ભય હતો.તેમજ પોસ્ટ વિઝાની 60  દિવસની  મુદત પણ પુરી થઇ જવામાં હતી.  ફરજીયાત દેશનિકાલ થવું પડે તેમ હોવાથી આ મુદત 180 દિવસની કરી આપવા રજુઆત કરાઈ હતી.જેના અનુસંધાને 60 દિવસનો વધારો મંજુર થતા કઈક  અંશે રાહત થઇ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:31 pm IST)