Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

" સત્તાની ભૂખ " : ચીનના બંધારણમાં સુધારો : જિનપિંગ હવે આજીવન પ્રમુખ રહી શકશે : જિનપિંગ પાસે ચીનને ગ્લોબલ સુપર પાવર બનાવી દેવાનો રોડમેપ હોવાનો દાવો

બેજિંગઃ : ચીનના બંધારણ મુજબ કોઈપણ વ્યક્તિ વધુમાં વધુ 10 વર્ષ સુધી પ્રેસિડન્ટ કે વાઇસ પ્રેસિડન્ટ રહી શકે છે.પરંતુ વર્તમાન પ્રમુખ શી જિનપિંગે બંધારણમાં સુધારો કરાવી લીધો છે.જે મુજબ તેઓ આજીવન પ્રમુખ તરીકે ચાલુ રહી શકશે.
 તેઓ ચીનની સત્તા, સૈન્ય, અર્થતંત્રથી માંડીને લોકોની વિચારધારાના પણ કેન્દ્રમાં છે. જિનપિંગની વિચારધારાને પણ ચીનના બંધારણમાં ‘શી જિનપિંગ થૉટ’ તરીકે સ્થાન મળ્યું છે. તેમને ચીનના પ્રથમ સામ્યવાદી નેતા અને સંસ્થાપક માઓત્સે તુંગનો સમકક્ષ દરજ્જો અપાયો છે. ચીનમાં કામ કરતા એક રાજદ્વારીના કહેવા મુજબ જિનપિંગ ક્યારેય ધનના ભૂખ્યા નથી રહ્યા પણ તેમને સત્તા અને તાકાતની ભૂખ હંમેશા રહી છે. ‘ઇનસાઇડ ધ માઇન્ડ ઑફ શી જિનપિંગ ’મુજબ, જિનપિંગ પાસે ચીનને ગ્લોબલ સુપરપાવર બનાવવાનો રોડમેપ છે. તેવું સમાચાર દ્વારા જાણવા મળે છે.

(11:36 am IST)