Gujarati News

Gujarati News

News of Friday, 6th April 2018

ભારતના વંચિતોની વહારે યુ.એસ.ના સાન ફ્રાન્સિસ્કોમાં આવેલું અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન (AIF): ર૪ માર્ચના રોજ યોજાયેલા બે એરીયા ગાલા પ્રોગ્રામમાં ૧.૩ મિલીયન ડોલરનું ફંડ ભેગુ થઇ ગયું : ભારતના જરૃરીયાતમંદ બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ અપાવવા તથા ગરીબોને પગભર કરવા વપરાશે

સાન ફ્રાન્સિસ્કો :  યુ.એસ.માં ''અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડશેન'' (AIF) ના ઉપક્રમે ર૪ માર્ચ ર૦૧૮ના રોજ યુનિયન સ્કવેર હિલ્ટોન, સાન ફ્રાાન્સિસ્કો મુકામે યોજાયેલા ''બે એરીયા ગાલા ર.૦''  પ્રોગ્રામમાં ભારતના વંચિતોને મદદરૃપ થવા માટે ૧.૩ મિલીયન ડોલર જેટલું ફંડ ભેગુ થઇ ગયું હતું. જેનો ઉપયોગ ભારતના ગરીબ પ્રજાજનોમાં મદદરૃપ થવામાં, વંચિત વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ અપાવાવમાં, તથા માતૃવાત્સલ્ય અપાવવા, સ્કિલ ટ્રેનીંગ માટે તથા વંચિતોનું જીવન 'ધોરણ ઉંચુ' લાાવવા માટે કરાશે.

AIF દ્વારા અત્યાર સુધીમાં ભારતની ૧૩૦૦૦ જેટલી સ્કુલોના જરૃરીયાત મંદ બાળકો તથા બે લાખ જેટલા પરિવારોને શિક્ષિ કરી પગભર કરવા સહિતની કામગીરી થઇ ચુકી છે તે અવિતરણ ચાલુ છે. તેવું AIF ના CEO  શ્રી નિશાંત પાંડેએ સમાચાર સુત્રને જણાવ્યું હતું.

ગાલા પ્રોગ્રામમાં શ્રી નિશાંત પાંડે ઉપરાંત શ્રી પ્રદીપ કશ્યપ, શ્રી વિજય ગોરડિયા, સુશ્રી લત ક્રિશ્નન, શ્રી આરા લીલાણી, શ્રી વિમલ બહુગુણા, સુશ્રી સ્વાતિ નારાયણ તથા શ્રી દિઆઝ નેસામની સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતાં.

(11:08 pm IST)