Gujarati News

Gujarati News

News of Friday, 6th April 2018

ભારતવાસીઓને આ ઉનાળે દુબઇની સહેલગાહ મોંધી પડશે : ૧૬ એપ્રિલ ર૦૧૮ થી ૪પ દિવસ સુધી ફલાઇટની સંખ્યામાં પચાસ ટકાનો ઘટાડો કરવાની દુબઇ એરપોર્ટ CEOની સુચના

ન્યુ દિલ્હી :  આ ઉનાળામાં ભારતવાસીઓને દુબઇની સહેલગાહે જવાનું મોંઘુ પડશે તેવા એંધાણ વરતાઇ રહ્યા છે. અમિરાતે ભારત સરકારને ફલાઇટની સંખ્યા અડધી કરવાનું જણાવ્યું છે જે ૧૬ એપ્રિલ ર૦૧૮થી લાગુ થશે.

હાલમાં ભારતથી દુબઇ જતા વિમાનો એક સપ્તાહ દીઠ ૬પ હજાર ઉતારૃઓને દુબઇ પહોંચાડે છે. જેમાં અડધો અડધ ઘટાડો કરવાની સુચનાથી સ્વાભાવિક પણે એરભાડા વધી શકે છે. દુબઇ એરપોર્ટ ઉપર વિદેશોના વિમાનોનો ઘસારો ૩૩ ટકા જેટલો ઘટાડવા માટે આ પગલુ લેવાનું છે ત્યાં વિમાન લેન્ડીંગ માટે પુરતી જગ્યા નહીં આપી શકાતી હોવાથી ઉનાળાની સીઝનમાં ૪પ દિવસ સુધી યાત્રાળુઓનો ઘસારો વધી જતો હોવાથી દુબઇ એરપોર્ટ ઓથોરીટીએ વિદેશોના સત્તાવાળાઓને તેમની ફલાઇટની સંખ્યા ઘટાડવાની સુચના આપી છે. તેમ સમાચાર સુત્રો દ્વારા જાણવા મળેલ.

(11:04 pm IST)