Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

ભારતના બિહારમાંથી દત્તક લઇ અમેરિકા લઇ જવાયેલી માસુમ બાળકી શિરᅠીન હત્‍યા કેસ : ટેકસાસ સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન પાલક માતા-પિતા વેસ્‍લે તથા સિની મેથ્‍યુને બાળકીની હત્‍યા કરવાના આરોપસર ૧૯ એપ્રિલ ર૦૧૮ના રોજ કોર્ટમાં રજૂ કરાશે

ટેકસાસ : ભારતના બિહારમાંથી દત્તક લેવાયેલી માસુમ બાળકી શિરીનને અમેરિકા લઇ ગયેલા મેથ્‍યુ દંપતિએ નાની એવી બાબતમાં હત્‍યા નિયમબાનો આરોપ ટેકસાસ કોર્ટમાં દાખલ કરાયેલો છે.

ઓટકો. ર૦૧૭માં શિરીન રાત્રે દૂધ પીવાનો ઇન્‍કાર કરતા તેને મારી ઘર બહાર મુકી દેવાતા તે મૃતક હાલતમાં બીજે દિવસે મળી આવી હતી તેની હત્‍યા કરવાનો આરોપ પાલક પિતા વેસ્‍લે મેથ્‍યુ ઉપર મુકાયો છે. તેમજ ઘટના સમયે પોતે સૂતી હોવાનું જણાવાનાર શિરીનની પાલક માતા ઉપર પણ આરોપ લગાવાયો છે.

બંને આરોપીઓને ૧૯ એપ્રિલના રોજ કોર્ટમાં હાજર કરવા માટેની મુદત નકકી થઇ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:10 pm IST)