Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

''ઇન્ડિયા કલ્ચર બઝાર કલ્યાણ મેલા'': ઘર ઉપયોગી વસ્તુઓ એક છત્ર હેઠળ ખરીદવાની તકઃ યુ.એસ.માં વૈશ્નવ સમાજ ઓફ સાઉધર્ન કેલિફોર્નિયાના ઉપક્રમે ૯ માર્ચ શનિવારે યોજાનારૂ પ્રદર્શન કમ સેલ

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં વૈશ્નવ સમાજ ઓફ સાઉધર્ન કેલિફોર્નિયા, ૧૮૮૨, એમ્સીગો એવન્યુ ઇરવિન કેલિફઓર્નિયા મુકામે ૯ માર્ચ ૨૦૧૯ શનિવારના રોજ સવારે ૧૦ વાગ્યાથી રાત્રિના ૮ વાગ્યા દરમિયાન 'ઇન્ડિયા ફેર'નું આયોજન કરવામાં આવ્યું છે.

''ઇન્ડિયા કલ્ચર બઝાર કલ્યાણ મેલા'' નામ સાથે યોજાનારા આ પ્રદર્શનમાં ઘર ઉપયોગી વસ્તુઓ જેવી કે ફુટવેર, જવેલરી, હોમડેકોર, ઇલેકટ્રોનિકસ, કિચનવેર, ફેસ્ટીવલ ગીફટસ, ફર્નીચર, પૂજા આઇટમ્સ, સહિતની વિવિધ વસ્તુઓના ૨૦ થી ૩૦ જેટલા સ્ટોલ મારફત એક છત્ર હેઠળ તમામ ઉપયોગી ચીજ વસ્તુઓ ખરીદી શકાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

 

 

(8:03 pm IST)