Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

કાલે રાજકોટમાં શ્રી કૃષ્ણના જીવનના વિવિધ પાસાઓને સાંપ્રત સમયમાં ઉજાગર કરતો કાર્યક્રમ

'આઈના' દ્વારા દેશભરમાં 'આઈના કન્વર્ઝ' શિર્ષક હેઠળ વકતવ્યોની શ્રેણી : ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા ડો. સંબિત પાત્રા, વૈષ્ણવાચાર્ય પૂ.દ્વારકેશલાલજી અને જય વસાવડાના વકતવ્યોઃ ગાયિકા મિરાંદે શાહ શ્રી કૃષ્ણના ગીતોના રૂપે અજવાળા પાથરશે

રાજકોટ, તા. ૧: છેલ્લા પંદરવર્ષથી અમેરિકા અને ભારતમાં વૈવિધ્ય સભર કાર્યક્રમો પીરસીને 'આઈના' સંસ્થાએ 'ચાલો ગુજરાત'ના નેજા હેઠળ અત્યંત પ્રતિષ્ઠત સ્થાન પ્રાપ્ત કર્યું છે વર્ષ ૨૦૦૫થી શરુ કરીને આજ દિન સુધીમાં નિરંતર નાવીન્ય સભર કાર્યક્રમોએ આઈના અને ચાલો ગુજરાતનો ટ્રેડમાર્ક બની ગયેલ છે. હવે આઈના દ્વારા ભારતભરના શહેરોમાં રસપ્રદ વિષયો ઉપર આઈના કન્વર્ઝના નામે અર્થસભર વકતવ્યોની શ્રેણીનું આયોજન થશે. આઈના કન્વર્ઝના નામે રજુ થવા જઈ રહેલા આ કાર્યક્રમોમાં દેશના પ્રગતિશીલ યુવાનો અને પ્રબુદ્ઘ શ્રોતાઓના સુંદર સમન્વય સમક્ષ ભારત ની સંસ્કૃતિ, ઇતિહાસ, વિકાસ, કલા અને સાહિત્યય જેવા વિવિધતા સભર વિષયો ઉપર જેતે વિશેના તજજ્ઞો અને અગ્રણીઓના વિશિષ્ઠ વકતવ્યો પીરસાશે .

આ સમગ્ર કાર્યક્રમોની શૃંખલા કલા,અને સાહિત્ય ના એક અનોખા મિશ્રણ તરીકે રજુ થશે. આ કાર્યક્રમની પ્રથમ કડીનો વિષય શ્રી કૃષ્ણના જીવનના વિવિધ પાસાઓને સાંપ્રત સમયમાં ઉજાગર કરવાનો છે. જે તા. ૨ ઓગસ્ટના રોજ પંડિત દિન દયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે રાત્રીના ૮ વાગ્યે યોજાશે જેમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા ડો. સંબિત પાત્રા, વૈષ્ણવાચાર્ય પ.પૂ શ્રી દ્વારકેશલાલજી, પ્રસિદ્ઘ લેખક અને વકતા જય વસાવડા કૃષ્ણ જીવનના વિવિધ આયામોને આજના જીવન સાથે સાંકળશે, સાથે વિખ્યાત ગાયિકા મીરાંદે શાહ કૃષ્ણ ગીતોના રુપે અજવાળા પાથરશે આજ પ્રકારના રસપ્રદ વિષય વસ્તુ ઉપર આગામી સમયમાં મુંબઈ, દિલ્લી, ચેન્નાઇ ,રાજકોટ સુરત, જવા શહેરોમાં યોજાશે. આ કાર્યક્રમના નિઃશુલ્ક પાસ મેળવવા માટે રોટી એન્ડ સ્પૂન રેસ્ટોરન્ટ, પાંજરાપોળ ચાર રસ્તા પાસે આંબાવાડી (મો.૮૧૬૦૧ ૯૧૭૪૫/ ૯૬૬૨૧ ૨૮૭૦૫) ખાતે સંપર્ક કરવા જણાવાયુ છે.

(1:37 pm IST)