Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

અમેરિકાના એટલાન્ટા જયોર્જીયામાં આજ ૩ જુલાઇથી ૭ જુલાઇ ૨૦૧૯ દરમિયાન AAPIનું વાર્ષિક અધિવેશનઃ ૨ હજાર ઉપરાંત પ્રતિનિધિઓ ઉમટી પડશેઃ અદ્યતન સંશોધનો, હેલ્થકેર, મેડીટેશન, વીમેન્સ ફોરમ યુથ પબ્લીક સ્પિકીંગ, મનોરંજન સહિત વિવિધ પ્રોગ્રામની ભરમારઃ ઇશા ફાઉન્ડેશના સદગુરૃ, ક્રિકેટ સ્ટાર કપિલ દેવ,પ્રીતી ઝીંટા, બોલીવુડ સિંગર શંકર મહાદેવન, તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ હાજરી આપશે

એટલાન્ટાઃ યુ.એસ.માં ''અમેરિકન એશોશિએશન ઓફ ફીઝીશીઅન્શ ઓફ ઇન્ડિયન ઓરીજીન (AAPI)નું ૩૭મું વાર્ષિક અધિવેશન આજ ૩ જુલાઇથી ૭ જુલાઇ ૨૦૧૯ દરમિયાન મળશે.

CNN સેન્ટર તથા જયોર્જીયા વર્લ્ડ કોંગ્રેસ સેન્ટર એટલાન્ટા, જયોર્જીયા મુકામે મળનારા આ અધિવેશનમાં ૨ હજાર ઉપરાંત પ્રતિનિધિઓ હાજરી આપશે. જેમાં અદ્યતન સંશોધનોની રજુઆત સાથે વ્યકિત તથા વ્યાવસાયિક સંબંધો વિકસાવવા તથા વંશીય બાબતોને સમાવિષ્ટ કરવા પ્રયત્નો કરાશે. વીમેન્સ ફોરમ, બોલીવુડ મનોરંજન સહિત વિવિધ પ્રોગ્રામ રજુ કરાશે. ઇશા ફાઉન્ડેશનના સદગુરૃ અધિવેશનમાં હાજરી આપશે. ઉપરાંત પરસ્યુટ ઓફ હેપ્પીનેસ ઇન મેડીસીન, વેલનેસ ઇન ફીઝીશીઅન્શ, ઇઝી લાઇફ ઓફ એ હોસ્પિટલીસ્ટ, મેડીટેશન, તથા માઇન્ડફુલનેસના આયોજનો કરાયા છે. તેવું AAPI પ્રેસિડન્ટ ડો.નરેશ પરીખએ જણાવ્યું હતું.

બોલીવુડ સિંગર તથા એવોર્ડ વિજેતા શંકર મહાદેવન તેમની ટીમ સાથે હાજરી આપશે.

ઉપરાંત ક્રિકેટ સ્ટાર કપિલ દેવ કિ નોટ સ્પીકર તરીકે ઉદબોધન કરશે. તેમજ AAPI મેમ્બર્સને કોફી ટેબલ બુકમાં સહી કરી આપી  શિખીઝમ ઉપર સહી કરી આપશે. મહિલા ફોરમમાં મુખ્ય વકતા તરીકે પ્રિતી ઝીંટા ઉદબોધન કરશે.

તેમજ AAPI હેઝ ગોટ ટેલન્ટ કાર્યક્રમ અંતર્ગત યુથ પબ્લીક સ્પિકીંગનું આયોજન કરાયું છે. ઉપરાંત ઉપસ્થિતોને નિદાન, તથા કિલનીકલ પ્રેકટીસ વિષે માર્ગદર્શન અપાશે. આ અધિવેશનમાં પિડીઆ ટ્રિકસ, સાઇકિઆટ્રી, એનેસ્થેસીઓલોજી, પેઇન મેનેજમેન્ટ, કાર્ડિયોલોજી, ફેમિલી મેડિસીન, ઓબ્સટ્રેટ્રિકસ, ગાયનેકોલોજી, ઓન્કોલોજી, ગેસ્ટ્રોલોજી પેથોલોજી, એન્ડોક્રિનોલોજી, નેફ્રોલોજી, હયુમેટોલોજી, સહિત દરેક ક્ષેત્રોના તબીબો હાજરી આપશે તેવું અધિવેશનના એકેડેમિક ચેર ડો.હેમંત યાજ્ઞિકે જણાવ્યું હતું.

આ વર્ષનું અધિવેશન AAPI એટલાન્ટા ચેરના ઉપક્રમે આયોજીત કરાયું છે ડે ડો.શ્રીની ગંગાસાનીના વડપણ હેઠળ કરાયું છે. જેમાં હેલ્થ પોલીસીને પ્રાધાન્ય મળે તે બાબત ઉપર ભાર મુકાશે તથા દર્દીઓની સારવાર સાથે પોતે પણ કઇ રીતે આનંદપૂર્ણ જીવન જીવવું તે અંગે માર્ગદર્શન અપાશે. અધિવેશનના કો-ચેર તરીકે ડો.રઘુ લોલાભટ્ટ તથા ટીમ જવાબદારી સંભાળશે. AAPI વાઇસ પ્રેસિડન્ટ ડો.સુધાકર જોન્નાલાગાડા, સેક્રેટરી ડો.અજીપમાં ગોરીમુકાલા, ટ્રેઝરર ડો.મનોજ શાહ, સહિતના હોદેદારો તથા ટીમ અધિવેશનને સફળતા પૂર્વક સંપન્ન કરાવવા જહેમત ઉઠાવી રહી છે. વિશેષ માહિતી માટે www.aapiconvention.org દ્વારા અથવા aapiusa.org દ્વારા સંપર્ક સાધવા શ્રી અજય ઘોષની યાદીમાં જણાવાયું છે.

(9:33 pm IST)