Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

બ્રિટન સાથેના MOUમાં સહી સિક્કા કરવાનો વડાપ્રધાન શ્રી મોદીનો ઇન્‍કારઃ યુ.કે.માં વસતા ગેરકાયદે ભારતીયો માટે સરળ વીઝા નીતિ અમલી નહીં બનાવાતા નારાજ

લંડનઃ બ્રિટન સાથેના મેમોરેન્‍ડમ ઓફ અન્‍ડર સ્‍ટેન્‍ડીંગ (MOU)માં સહી કરવાનો ભારતના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીએ ઇન્‍કાર કર્યો હોવાનું લંડન ખાતેના ભારતના હાઇકમિશ્‍નરએ સમાચાર સૂત્રને જણાવ્‍યું છે.

આ MOUમાં  બ્રિટનમાં વસતા ગેરકાયદે ભારતીયોને વતનમાં પરત મોકલતા પહેલા તેમના માટે વીઝા નિયમો સરળ બનાવવાની વાત હતી. જેનો અમલ કરાયો નથી. ૨૦૧૭ની સાલમાં બ્રિટનના પ્રાઇમ મિનીસ્‍ટર થેરેસા મે ભારત આવ્‍યા હતા ત્‍યારે તથા ૨૦૧૮ની સાલમાં ભારતના રાજયકક્ષાના હોમ મિનીસ્‍ટર શ્રી કિરણ રિજ્જુએ આપેલી રૂપરેખાનો અમલ નહીં થતા એપ્રિલ માસમાં શ્રી મોદીની લંડનની મુલાકાત વખતે આ બાબતે ૭૦ દિવસમાં કાંઇ પ્રગતિ નહીં થતા તેમણે MOUમાં સહી સિક્કાનો ઇન્‍કાર કર્યો છે.

લંડન ખાતેના ભારતના સિનીયર અધિકારીના મંતવ્‍ય મુજબ ચીનના નાગરિકો માટે બ્રિટને સરળ વીઝા નીતિ અપનાવી છે તો ભારતના નાગરિકો માટે આ વીઝા નીતિ શા માટે અપનાવવામાં આવતી નથી તે મુદો પણ વિચારણા માંગે છે.

(9:40 pm IST)