Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

‘‘NAMAM એકસલન્‍સ એવોર્ડ '': યુ.એસ.માં કોમ્‍યુનીટી એકટીવિસ્‍ટ, સકસેસફૂલ બિઝનેસમેન, સાયન્‍ટીસ્‍ટ, મ્‍યુઝીશીઅન, પત્રકાર સહિતનાઓને અપાતો એવોર્ડ : ર૦૧૮ની સાલ માટે પસંદ કરાયેલા એવોર્ડ વિજેતાઓને ર૮ એપ્રિલના રોજ રોયલ આલ્‍બર્ટ પેલેસ, ન્‍યુજર્સી મુકામે સન્‍માનિત કરાયા

 

 (દિપ્તીબેન જાની દ્વારા)  ન્‍યુજર્સી :  NANAM એકસલન્‍સ એવોર્ડ ર૦૧૮ યુએસમાં ‘‘નોર્થ અમેરિકન મલયાલીસ એન્‍ડ એશોશિએટેડ મેમ્‍બર્સ '' (NANAM), કે જેના ફાઉન્‍ડર તથા સેક્રેટરી જનરલ શ્રી માધવન નાયર છે. તેમજ જેના નેજા હેઠળ કોમ્‍યુનિટી એકિટવીસ્‍ટ તથા લીડર્સ, સકસેસફુલ બિઝમેન, ઇન્‍ડસ્‍ટ્રીયાલિસ્‍ટ, સાયન્‍ટિસ્‍ટ, મ્‍યુઝીશીઅન, પ્રતિભાશાળી યુવાન તથા અંગદાન કરનાર તથા જર્નાલીસ્‍ટને દર વર્ષે એવોર્ડ આપી સન્‍માનિત કરવામાં આવે છે. તે NANAM ના ઉપક્રમે ર૮ એપ્રિલ ર૦૧૮ના રોજ રોયલ આલ્‍બર્ટ પેલેસ, એડિસન, ન્‍યુજર્સી મુકામે સાત એવોર્ડ વિજેતાઓને NANAMએક્ષલન્‍શ એવોર્ડ એનાયત કરી બહુમાન કરવાનો પ્રોગ્રામ યોજાઇ ગયો.

આ સાત એવોર્ડ વિજેતાઓમાં ઇન્‍ડો અમેરિકન પ્રેસ કલબ (IAPC) ના વર્તમાન  ચેરમેન તથા DC હેલ્‍થકેર ઇન્‍કના CEO  ડો. બાબુ સ્‍ટિફન તથા IAPC ના ફાઉન્‍ડીંગ પ્રેસિડન્‍ટ શ્રી અજય ઘોષનો સમાવેશ થાય છે. શ્રી ઘોષ યુનિવર્સલ ન્‍યુઝ નેટવર્ક (UNN) ના ફાઉન્‍ડર છે. તથા ન્‍યુઝ પોર્ટલના ચીફ એડિટર છે. ઉપરાંત ભારતમાંથી પ્રસિધ્‍ધ થતા વર્તમાનપત્રો સાથે સંકળાયેલા છે.

ઉપરાંત AAPI ના મિડીયા કન્‍સલટન્‍ટ રીકે સેવાઓ આપે છે. તથા કોમ્‍યુનીટી માટેની વિવિધ સેવાઓ ક્ષેત્રે કાર્યરત છે.

અન્‍ય એવોર્ડ વિજેતાઓમાં AAPI  ના ડો. થોમલ અબ્રાહમ, કાર્નેટીક મ્‍યુઝીશીઅન શ્રી ટી.એસ. નંદકુમાર, Nuphoton ટેકનોલોજીસના પ્રેસિડન્‍ટ / CTO  શ્રી રામદાસ પિલાઇ પોતાની એક કિડનીનું ડોનેશન આપનાર સુશ્રી રેખા નાયર, ચાઇલ્‍ડ જુનીઅસ તનિષ્‍ક મેથ્‍યુ અબ્રાહમનો સમાવેશ થાય છે. જે પૈકી ૧૪ વર્ષીય તનિષ્‍ક હાજર નહી રહી શકતા તેના વતિ તેની નાની બહેન તિઆરાએ એવોર્ડ સ્‍વીકાર્યો હતો.

શ્રી માધવન નાયરએ સહુને આવકાર્યા હતા તથા એવોર્ડ વિજેતાઓને બિરદાવ્‍યા હતાં. કાર્યક્રમ અંતર્ગત ઇન્‍ડિયન કલાસિકલ તથા બોલીવુડ ડાન્‍સ સહિત સાંસ્‍કૃતિક આયોજનો કરાયા હતા. આ તકે ૩પ૦ ઉપરાંત લોકો હાજર રહ્યા હતા તેવું શ્રી અજય ઘોષ (ર૦૩-પ૮૩-૬૭પ૦) ની યાદી જણાવે છે.

(1:06 am IST)