Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

ભારતના કઠુઆ કાંડના અમેરિકામાં પડઘાઃ કાશ્મીરમાં ગેંગરેપ તથા હત્યાનો ભોગ બનેલી ૮ વર્ષીય આસિફા બાનોને શ્રધ્ધાંજલી આપતા મીણબતી સરઘસ યોજાયાઃ બાળકો તથા મહિલાઓ ઉપર આચરાતી હિંસા વિરધ્ધ આક્રોશ વ્યકત કરાયો

કેલિફોર્નિયાઃ ભારતના કાશ્મીરમાં બનેલા કઠુઆ કાંડના પડઘા અમેરિકામાં પણ પડયા છે. જયાં કેલિફોનિયા યુનિવર્સિટીના ડેવિસ શીખ કલ્ચરલ એશોશિએશનએ ૨૪ એપ્રિલ ૨૦૧૮ના રોજ મીણબત્તી સરઘસ દ્વારા દેખાવો કરી ૮ વર્ષની માસૂમ બાળકી આસિફા બાનો ઉપર ગેંગ રેપ કરી ગળેટુંપો દઇ મારી નાખવવાના હિંસાત્મક બનાવો સામે વિરોધ વ્યકત કર્યો હતો.

તેમજ ૨૯ એપ્રિલ ૨૦૧૮ના રોજ સાન જોસ કેલિફોર્નિયા સ્થિત ઇન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સીલએ ભારતમાં બાળકો તથા મહિલાઓ ઉપર વધી રહેલા હિંસાત્મક બનાવો સામે વિરોધ વ્યકત કર્યો હતો.

ઉપરાંત સાન ડીએગો, ફલોરિડા, વોશીંગ્ટન, ન્યુયોર્ક ન્યુજર્સી, મેરીલેન્ડ, બોસ્ટન સહિતના જુદા જુદા સ્થળોએ પણ વિરોધ વ્યકત કરતા સરઘસ નીકળ્યા હતા.

(8:26 pm IST)