Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

સ્‍કોટલેન્‍ડના ગ્‍લાસ્‍ગોમાં વસતા ભારતીય મૂળના વૈજ્ઞાનિક અમોલ દેશમુખની કમાલઃ રિમોટથી ચાલતું હાશકી રોબોટ બનાવ્‍યું: ભારતના છેવાડાના વિસ્‍તારોમાં વસતા લોકોને દૂરના અંતરે આવેલા કૂવાઓનું પાણી ઘર સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે

ગ્‍લાસ્‍ગોઃ પાણીની તંગી અનુભવતા, ભારતના છેવાડાના તથા પછાત વિસ્‍તારોમાં વસતા પ્રજાજનો માટે સ્‍કોટલેન્‍ડના ગ્‍લાસ્‍ગોમાં વસતા ભારતીય મૂળના સાયન્‍ટીસ્‍ટ શ્રી અમોલ દેશમુખના નેતૃત્‍વ હેઠળની ટીમએ હાશકી રોબોટ બનાવ્‍યું છે જે રહેણાંકથી દૂર આવેલા કૂવાઓમાંથી સિંચેલુ પાણી ઘર સુધી પહોંચાડી દેવામાં મદદરૂપ થશે.

આ હાશકી ૪ વ્‍હીલવાળા રોબોટમાં ૨૦ લીટરના ૩ કેલ્‍બા મુકી દેવાથી એક સાથે ૬૦ લીટર પાણી ઘર સુધી પહોંચાડી શકાશે. આ રોબોટ સ્‍કોટલેન્‍ડના અંતરિયાળ વિસ્‍તારોમાં પણ કરાશે. તેનું સંચાલન રિમોટથી થતું હોવાથી પાણી ભરેલા રોબોટને ધક્કો મારવામાંથી કે તેમાં ઇંધણ પૂરવામાંથી મુક્‍તિ મળશે.

(9:24 pm IST)