Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

H-1B વીઝાધારક કર્મચારીઓને પ્રતિમાસ ૮૩૦૦ ડોલરને બદલે માત્ર ૮૦૦ ડોલર ચૂકવ્‍યાઃ ઇન્‍ડિયન અમેરિકન મણિ છાબરાની માલિકીની કલાઉડવીક ટેકનોલોજીને તફાવતની રકમ ચૂકવવાનો હુકમ

કેલિફોર્નિયાઃ યુ.એસ.ના કેલિફોર્નિયામાં આવેલી ઇન્‍ડિયન અમેરિકન મણિ છાબરાની માલિકીની ઇન્‍ફોર્મેશન ટેકનોલોજી કંપની કલાઉડવીક ટેકનોલોજીસને H-1B વીઝા નિયમોના ભંગ બદલ યુ.એસ. ડીપાર્ટમેન્‍ટ ઓફ લેબર દ્વારા વિદેશી મૂળના ૧૨ કર્મચારીઓને સેલેરી તફાવતના ૧,૭૩,૦૪૪ ડોલર ચૂકવવાનો હુકમ કરાયો છે. તેવું સમાચાર સૂત્રો  દ્વારા જાણવા મળે છે.

આ કંપની દ્વારા H-1B વીઝા માટે વીઝા માટે સ્‍પોન્‍સર કરાયેલા ૧૨ કર્મચારીઓ કે જે પૈકી મોટા ભાગના ઇન્‍ડિયન છે. તેમને પ્રતિ માસ  ૮૩૦૦ ડોલર આપવાને બદલે માત્ર ૮૦૦ ડોલર અપાયા હતા. જે H-1B વીઝા નિયમો મુજબ આપવાના થતા વળતર કરતા ઓછી રકમ હોવાથી કર્મચારીઓને તફાવત પેટે ઉપરોક્‍ત રકમ ચૂકવવાનો આદેશ કરાયો છે.

(9:23 pm IST)