Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

યુ.એસ.ના કેલિફોર્નિયામાં રેસ્‍ટોરન્‍ટ ધરાવતા ઇન્‍ડિયન અમેરિકન શ્રી અનિલ યાદવને એવોર્ડ : સ્‍વાદિષ્‍ટ રસોઇ તથા સેવાઓ સાથે અમેરિકન ડ્રીમ સાકાર કરવા બદલ રેસ્‍ટોરન્‍ટ એશોશિએશનએ એવોર્ડ આપી બહુમાન કર્યુ

કેલિફોર્નિયા :  યુ.એસ.ના કેલિફોર્નિયામાં રેસ્‍ટોરન્‍ટ ધરાવતા ઇન્‍ડિયન અમેરિકન શ્રી અનિલ યાદવને ર૦૧૮ની સાલનો ‘‘કેલિફોર્નિયા ફેઇસીસ ઓફ ડાઇવર્સિટી એવોર્ડ'' એનાયત કરાયો છે.

સખત પરિશ્રમ તથા સ્‍વાદિષ્‍ટ રસોઇ બનાવી અમેરિકાનું ડ્રીમ સાચુ પાડવા બદલ તેઓને કેલિફોર્નિયા રેસ્‍ટોરન્‍ટ એશોશિએશન ફાઉન્‍ડેશન દ્વારા ર૦ એપ્રિલ ર૦૧૮ના રોજ એવોર્ડ આપવાની ઘોષણા કરાઇ હતી.

૧૯૮રની સાલમાં ૧૭ વર્ષની ઉંમરે અમેરિકા ગયેલા શ્રી યાદવે રેસ્‍ટોરન્‍ટમાં નોકરી કરી સ્‍વાદિષ્‍ટ રસોઇ બનાવી નામ મેળવી લીધુ હતું. જેમણે આગળ જતા સ્‍વતંત્ર માલિકીનું રેસ્‍ટોરન્‍ટ બનાવી લોકોને સ્‍વાદિષ્‍ટ રસોઇ જમાડી આર્થિક સધ્‍ધરતા મેળવી અમેરિકન ડ્રીમ યથાર્થ કરવા બદલ એવોર્ડ એનાયત કરાયો હતો. તેવું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

(10:02 pm IST)