Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

ભારતીય મૂળનો ધિલ્લન 21 વર્ષની ઉંમરે 20 લક્ઝરી કારોનો માલિક! : બ્રિટિશ રિયાલિટી શો માં લઈ રહ્યો છે ભાગ : 42 એકરના મહેલમાં રહે છે;

16 વર્ષે જ કરોડપતિ બની ગયો હતો :પહેલા વર્ષમાં 9 કરોડ રૂપિયાની કમાણી કરી. સોશયલ મીડિયા પર છવાયો અને હોલિવૂડ સ્ટાર્સની નજરમાં આવ્યો

લંડન: ધિલ્લન ભારદ્વાજ તેની આવડત અને કામને કારણે હાલમાં ચર્ચામાં છે.માત્ર 16 વર્ષની ઉંમરમાં છોકરો કરોડપતિ બની ગયો હતો. પિતાના કાર ગેરેજથી ક્લોથિંગ બ્રાન્ડની શરૂઆત કરી હતી.પહેલા વર્ષમાં 9 કરોડ રૂપિયાની કમાણી કરી. સોશયલ મીડિયા પર છવાયો અને હોલિવૂડ સ્ટાર્સની નજરમાં આવ્યો. આજે હોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ઘણા જાણીતા ચહેરા તેના બનાવેલા કપડાં પહેરે છે. કપડાં ઉપરાંત ધિલ્લનનો બાકીનો સમય ફરવા અને કોલેજ-યુનિવર્સિટીઝમાં પ્રેરણાદાયી પ્રવચનો આપવામાં પસાર થાય છે.

   ભારતીય મૂળનો ધિલ્લન 21 વર્ષનો થઈ ગયો છે. તે ઈંગ્લેન્ડના લેસ્ટશર કન્ટ્રીસાઈડમાં રહે છે. હાલ એક બ્રિટિશ રિયાલિટી શોમાં ભાગ લઈ રહ્યો છે. એવામાં તેને વાર્લિંઘમમાં એક ગરીબ પરિવાર સાથે રહેવું પડી રહ્યું છે, જે રોજ બે ટાઈમનું ખાવાનું મેળવવા માટે તનતોડ મહેનત કરતા રહે છે. શો દરમિયાન ધિલ્લનનો ગરીબીથી સામનો થયો હતો. એવામાં તેણે કહ્યું કે, તે પહેલા ગરીબોને ચોર-લૂંટારા સમજતો હતો. ધિલ્લને શોમાં મહિલાના ઘરમાં સફાઈ કરી અને નાનકડા રસોડામાં ખાવાનું પણ બનાવ્યું.

તે 16 વર્ષનો હતો ત્યારે તેણેરેચટની શરૂઆત કરી હતી. પિતાના ગેરેજમાં તે પોતે કપડાં ડિઝાઈન કરતો અને બનાવતો હતો. પહેલા વર્ષમાં તે લગભગ કરોડ રૂપિયા કમાયો હતો. સમયની સાથે તેનો બિઝનેસ વધ્યો, જેનાથી આજે તે ઘણું વૈભવી જીવન જીવે છે.

ધિલ્લન 42 એકરના મહેલમાં રહે છે, જેમાં ટેનિસ કોર્ટ, સિનેમા હોલ, જિમ અને લગભગ 20 બેડરૂમ છે. એટલું નહીં, તેને ગાડીઓનો પણ ભારે શોખ છે. રોલ્સ રોયસ, ફરારી અને બીએમડબલ્યૂ જેવી લગભગ 20 ગાડીઓ તેની પાસે છે.

સોશયલ મીડિયા પર ટ્રેન્ડ થયા બાદ ધિલ્લન હોલિવૂડના ઘણા જાણીતા સ્ટાર્સની નજરમાં આવ્યો હતો. પૉપ ગાયિકા રિહાના અને માઈલી સાઈરસ પણ તેની ક્લોથિંગ લાઈનના કપડાં પહેરી ચૂકી છે. ઉપરાંત તે પીએમ ડેવિડ કેમરુન સાથે પણ મુલાકાત કરી ચૂક્યો છે.

(12:47 am IST)