Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

‘‘પ્રેરણાનું ઝરણું માં'': યુ.એસ.ના ઇઝેલિન ન્‍યુજર્સી મુકામે ૬મે ૨૦૧૮ના રોજ મળનારી દર્પણ પરિવારની સાહિત્‍ય સભામાં શ્રી જે.સી.દેસાઇ લિખિત પુસ્‍તકનું લોંચીંગઃ નવી રચનાઓ સાથે હાજરી આપવા તથા રજીસ્‍ટ્રેશન કરાવી લેવા મેમ્‍બર્સને અનુરોધ

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.સ્‍થિત દર્પણ પરિવારની સાહિત્‍ય સભા આગામી ૬મે ૨૦૧૮ રવિવારના રોજ બપોરે ૪ વાગ્‍યાથી શરૂ થશે.

ગુજરાત દર્પણ, ૬૬૫ સ્‍ટેટ રૂટ ૨૭, ઇઝેલિન, ન્‍યુજર્સી મુકામે મળનારી આ સભામાં હાજરી આપવા અગાઉથી જાણ કરવા વિનંતી કરાઇ છે. સાથોસાથ નવી રચનાઓ જ લાવી રચનાત્‍મક લખાણ ચાલુ રાખી તેનો લાભ બધાને મળે તેવું આયોજન કરવા જણાવાયું છે.

સભાની શરૂઆતની પ્રથમ ૪૫ મિનીટમાં લેખકોના લખાણો વંચાશે બાદમાં શ્રી જે.સી.દેસાઇ લિખિત પુસ્‍તક ‘‘પ્રેમનું ઝરણું મા''નું લોંચીંગ કરાશે.

સભામાં હાજરી આપવા રજીસ્‍ટ્રેશન કરાવવા માટે શ્રી કૌશિક અમીન અથવા ગુજરાત દર્પણ ખાતે જાણ કરવા વિનંતી કરાઇ છે.

(11:18 pm IST)