Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

ભૂલથી પાકિસ્‍તાનની હદમાં જતા રહેલા ભારતીય યુવાનને પરત સોંપતા પાકિસ્‍તાનના સત્તાવાળાઓઃ માર્ચ ૨૦૧૭માં ભૂલથી સરહદ ઓળંગી જનાર યુવકે ૧ વર્ષની કાયદાકીય આંટીઘૂંટી બાદ ભારતમાં પ્રવેશ મેળવ્‍યો

લાહોરઃ માર્ચ ૨૦૧૭માં ભૂલથી ભારત તથા પાકિસ્‍તાન વચ્‍ચેની બોર્ડર ઓળંગી પાકિસ્‍તાનના લાહોરથી દૂર આવેલા બલ્લનવાલા ગામમાં પહોંચી ગયેલા ભારતીય નાગરિકને પાકિસ્‍તાન સત્તાવાળાઓએ વાઘા સીમા મુકામે આવેલા ભારતના અધિકારીઓને પરત સોંપી દીધો છે.

૨૩ વર્ષીય દલવંદર સિંહએ ભૂલથી પાકિસ્‍તાનની સીમામાં પ્રવેશ કરતા કાયદાકીય આંટીઘૂંટીમાંથી પસાર થયાના એક વર્ષ બાદ ભારતમાં પ્રવેશ મેળવ્‍યો છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:55 pm IST)