Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

‘‘ વર્લ્‍ડ હિન્‍દુ કોંગ્રેસ ૨૦૧૮ '' : અમેરિકાના શિકાગોમાં ૭ થી ૯ સપ્‍ટેં. દરમિયાન કરાયેલું આયોજન : સ્‍વામી વિવેકાનંદએ ૧૮૯૩ની સાલમાં શિકાગો મુકામે વિશ્વ ધર્મ પરિષદમાં કરેલા ઉદવોધનના ૧૨૫ વર્ષની ઉજવણી કરાશે : વિશ્વના ૫૦ જેટલા દેશોમાં વસતા હિન્‍દુઓના ૨૦૦૦ જેટલા પ્રતિનિધિઓ હાજરી આપશે : આર્થિક સામાજીક, શૈક્ષણિક, રાજકિય સહિત તમામ ક્ષેત્રે હિન્‍દુઓની વિશ્વ સ્‍તરીય તાકાત સંગઠિત કરવાનો હેતુ

શિકાગો : ‘‘ વર્લ્‍ડ હિન્‍દુ કોંગ્રેસ ૨૦૧૮''. યુ.એસ.ના શિકાગોમાં આગામી ૭ થી ૯ સપ્‍ટેં. ૨૦૧૮ દરમિયાન વર્લ્‍ડ હિન્‍દુ કોંગ્રેસનું આયોજન કરાયું છે.

આજથી ૧૨૫ વર્ષ પહેલા શિકાગોમાં મળેલી વિશ્વ ધર્મ પરિષદમાં સ્‍વામી વિવેકાનંદે ૧૧ સપ્‍ટેં. ૧૮૯૩ના રોજ કરેલા ઉદબોધન ની સ્‍મૃતિમાં સ્‍વામી વિજ્ઞાનાનંદના નેતૃત્‍વમાં વર્લ્‍ડ હિન્‍દુ ફાઉન્‍ડેશન દ્વારા યોજનારી આ પરિષદમાં હિન્‍દુઓની વસતિ ધરાવતા વિશ્વના દેશોના આગેવાનો તથા સંતો મહંતો હાજરી આપશે. જેના ચેર પર્સન તરીકે અમેરિકાની કોંગ્રેસના હિન્‍દુ લો મેકર મહિલા સુશ્રી તુલસી ગબ્‍વાર્ડ હાજર રહેશે. ᅠ

ત્રિદિવસિય પરિષદમાં હાજરી આપવા માટે સંમત થયેલા લોકોમાં ભારતના ઉતર પ્રદેશના ચિફ મિનીસ્‍ટર યોગી આદિત્‍યનાથ તથા મહારાસ્‍ટ્રના ચિફ મિનીસ્‍ટર દેવેન્‍દ્ર ફડનવીસ,તિબેટના દલાઇ લામા, આર્ટ ઓફ લીવીંગના શ્રી શ્રીરવિશંકર, ગાયત્રી પરિવારના શ્રી પ્રણવ પંડયા, RSSના શ્રી મોહન ભાગવત, સહિત જુદા જુદા ૫૦ દેશોના ૨૦૦૦ ઉપરાંત પ્રતિનિધિઓ હાજરી આપશે.

ઉપરાંત વિશ્વ સ્‍તરીય કંપનીઓના પ્રતિનિધિઓ, બોલીવુડ તથા હોલીવુડની હસ્‍તિઓ, હાજરી આપશે. તથા વિશ્વમાં રાજકિય તેમજ આર્થિક ક્ષેત્રે હિન્‍દુઓના યોગદાન બાબતે ઉદબોધનો થશે. તેમજ હિન્‍દુ મહિલાઓ તથા યુવાનોના નેતૃત્‍વ અંગે પણ ચર્ચાઓ થશે.આર્થીક, સામાજીક, શૈક્ષણિક, રાજકિય, સહિત તમામ ક્ષેત્રે હિન્‍દુઓની તાકાતને સંગઠીત કરવાના હેતુ સાથે વર્લ્‍ડ હિન્‍દુ ઇકોનોમિક ફોરમ (ષ્‍ણ્‍ચ્‍જ્‍) વોશીંગ્‍ટન ડીસી ચેપ્‍ટરની પ્રથમ એનીવર્સરી નિમિતે ઉપરોકત આયોજન કરાયું છે.

 

(11:49 am IST)