Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

આફ્રિકાના જહોનીસબર્ગમાં થાળે પડી રહેલું જનજીવનઃ ટેકસ વધારા સામે તોફાને ચડેલા સ્‍થાનિક પ્રજાજનોના કારણે ફસાઇ ગયેલા ગુજરાતીઓ હવે ચિંતામુક્‍ત થઇ રહ્યા હોવાના વાવડઃ ગુજરાતીઓને આશરો આપવા માટે જહોનીસબર્ગમાં આવેલું BAPS શ્રી સ્‍વામિનારાયણ મંદિર નિમિત બન્‍યું

જહોનીસબર્ગઃ આફ્રિકાના જહોનીસબર્ગ વિસ્‍તારમાં સરકારે ૧ ટકો ટેક્‍સ વધારતા ફાટી નીકળેલા તોફાનોમાં હવે ક્રમશઃ ઘટાડો થઇ રહ્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વરા જાણવા મળે છે.

આ વિસ્‍તારમાં ગુજરાતના અનેક લોકો વસે છે જેઓ નોકરી તથા વ્‍યવસાય સાથે જોડાયેલા છે તેમની હાલત તોફાનો ફાટી નીકળતા કફોડી થઇ ગઇ હતી. સ્‍થાનિક પ્રજાજનોએ તોડફોડ શરૂ કરતાં હિંસા ફાટી નીકળી હતી. પરિણામે આ વિસ્‍તારમાં વસતા ગુજરાતીઓ બહાર નીકળી શકવાની પરિસ્‍થિતિમાં નહોતા એટલું જ નહિ મોલ કે નોકરી ધંધાના સ્‍થળોમાં ફરજીયાત રોકાઇ જવા મજબૂર બન્‍યા હતા. અમૂક લોકોએ જહોનીસબર્ગમાં આવેલા BAPSશ્રી સ્‍વામિનારાયણ મંદિરમાં આશરો લીધો હતો. તેઓ હવે પરિસ્‍થિતિ થાળે પડી રહી હોવાથી પોતાના નિવાસ સ્‍થાનો તરફ પાછા ફરી રહ્યા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:50 pm IST)